સરકારી સમિતિનો દાવો: ફેબ્રુઆરી 2021 સુધી દેશમાંથી કોરોના ખત્મ થઈ જશે
નવી દિલ્હી, સરકારે જે વૈજ્ઞાનિકોની એક કમિટી રચી છે તેમના જણાવ્યા મુજબ જો આપણે તમામ સાવચેતીઓને યોગ્ય રીતે પાલન કરીએ તો ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોના મહામારીનો સમય પૂરો થઈ જશે. આ દાવો કેટલો સાચો છે અને આ નિષ્કર્ષ કેવી રીતે પહોંચ્યો તે માટે હવે કોરોનાના આંકડા જોવા જરૂરી છે. ભારતમાં કોરોના વાયરસનો સૌથી ખરાબ સમય વીતી ગયો છે? લગભગ એક તૃતીયાંશ લોકોએ એન્ટિબોડીઝ વિકસિત કરી છે? શું તે માનવું યોગ્ય છે કે આગામી ચાર મહિનાની અંદર દેશમાં કોરોના નિયંત્રિત થઈ જશે?
આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગરની આગેવાની હેઠળની સમિતિએ દેશમાં કોરોના સંક્રમણના સમગ્ર અભ્યાસક્રમને સમજવા માટે એક નવા મોડેલનો ઉપયોગ કર્યો. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં કોરોના ચરમસીમાએ રહી ચૂક્યો છે. અને છેલ્લા એક મહિનાથી તેના ઉતારનો સમય ચાલુ થઈ ગયો છે. આ અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તહેવારો અને શિયાળાની સીઝન આગળ હોવા છતાં, હવે સપ્ટેમ્બરની પીકની તુલનાએ હવે કેસ ઓછા સામે આવશે. દેશના વિજ્ઞાનીઓની એક મહિના પહેલા કમિટી બનાવી હતી. જેણે કોરોના વિરુદ્ધ સરકારી નીતીઓનો યોગ્ય અને સટીક ગણાવી છે.