Western Times News

Gujarati News

સરકારી સ્કૂલોમાં એડમિશન લેવા માટે વાલીઓનો ઘસારો

અમદાવાદ, એક સમયે જે સરકારી શાળામાં કોઇ વાલીઓ પોતાના બાળકને ભણાવવા માંગતા ન હતા તે સરકારી શાળામાં હવે પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓની પડાપડી થઇ રહી છે. આથી હવે લોકોને ખરુ મૂલ્ય સમજાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

અમદાવાદમાં સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે જેના પરથી એ નક્કી થઈ રહ્યું છે કે, સરકારી શાળાઓની બોલબાલા વધી છે અને ફ્રીના નામે વાલીઓને ચૂસી લેતી અમુક ખાનગી શાળાઓ હવે વાલીઓનો ભરોશો ખોઈ બેઠી છે.

છેલ્લા કેટલાય સમયથી સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થામાં ધડમૂળથી બદલાવ આવી રહ્યા છે અને શિક્ષણની ગુણવત્તામાં પણ જબરો સુધારો આવી રહ્યો છે. જેને પગલે હવે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ અપાવવા આકર્ષાયા છે.

જેના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યભરમાં ખાનગી શાળાના બદલે હવે સરકારી સ્કૂલોમાં એડમીશન માટે લાઈનો લાગી રહી છે. સરકારી સ્કૂલમાં એડમિશન માટે થઇ રહેલી પડાપડીને પગલે અમદાવાદની સરકારી સ્કૂલમાં એડમિશન માટે ૫૦૦ જેટલું વેઇટિંગ જાેવા મળી રહ્યું છે.

એટલું જ નહી છસ્ઝ્ર સ્કૂલ બોર્ડની સ્કૂલમાં પ્રવેશ માટે સ્ન્છ અને સાંસદ સભ્યો, કાઉન્સિલર, સામાજિક આગેવાનો સહિતનાઓ દ્વારા સતત ભલામણોનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટે પણ વાલીઓ-વિદ્યાર્થીઓ સતત ઝઝૂમી રહ્યા છે. સરકારી શાળામાં તાલીમબદ્ધ અને કુશળ શિક્ષકો ઉપરાંત રમત-ગમ્મતના મેદાન, પુસ્તકો તથા માળખાકીય સુવિધાઓથી સજ્જ હાઈટેક સ્કૂલ સરકારી સ્કૂલોને લીધે એડમિશન માટે વેઇટિંગ જાેવા મળી રહ્યું છે.

બીજી તરફ શિક્ષણના નામે આવકની દુકાન ખોલી બેઠેલ અમુક ખાનગી શાળા સંચાલકોના પાપે વાલીઓનો હવે ખાનગી શાળાઓ પરથી મોહભંગ થયો છે.ખાનગી શાળાઓમાં રમત-ગમ્મતના મેદાનનું નહિવત અસ્તિત્વ ઉપરાંત ગ્રામ્ય કક્ષાની મોટાભાગની ખાનગી શાળાઓમાં કુશળ શિક્ષકોનો આભાવ છે.

કોરોનાકાળમાં પણ ન કરાયેલ સંપૂર્ણ ફ્રી માફી તેમજ અમુક શાળા સંચાલકો તમામ નીતિ નિયમો નેવે મૂકી તગડી ફ્રી તો ઠીક પણ પુસ્તકો અને સ્કૂલ યુનિફોર્મ પણ પોતાના મળતીયાઓ પાસેથી ખરીદવાનું દબાણ કરતાં હોવાની પણ ભૂતકાળમાં વાલીઓમાંથી રાવ ઉઠી હતી.

આવી તમામ પ્રતિકૂળતા અને દાદાગીરીને લઈને હવે ખાનગી શાળાઓની લોકપ્રિયતાનો દશકો ખતમ થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે. ૨૧ મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી માનવામાં આવે છે ત્યારે બેશક હાલ શિક્ષણનું મહત્વ વધ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લાં ૭ વર્ષના અંદાજિત આંકડા મુજબ ૩.૨૭ લાખથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

એકલા અમદાવાદ શહેરમાં કુલ ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સાત વર્ષમાં ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં એડમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છેે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.