સરકારે કાશ્મીર ખીણમાં ૪૮ પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કર્યા

સુરક્ષાના કારણોસર નિર્ણય લેવાયો
જમ્મુ,
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, રાજ્યભરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. સેના અને પોલીસ કર્મચારીઓ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને પસંદગીપૂર્વક આતંકવાદીઓને મારી રહ્યા છે અને તેમના ઠેકાણાઓનો નાશ કરી રહ્યા છે. સેનાના આ ઓપરેશન વચ્ચે, જમ્મુ અને કાશ્મીર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે કાશ્મીર ખીણમાં ૪૮ પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે.
જમ્મુ અને કાશ્મીર સરકારે આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને સુરક્ષા સમીક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સરકારે કાશ્મીર ખીણમાં પ્રવાસીઓ માટે ૪૮ પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૮૭ પર્યટન સ્થળો પર પ્રવાસીઓને મુક્તપણે ફરવાની છૂટ છે. જો કે, જે પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે તે કાં તો આતંકવાદ વિરોધી સર્ચ ઓપરેશનનો ભાગ છે અથવા સંવેદનશીલ સ્થળો પર સ્થિત છે.
બાંદીપોરા- ગુરેઝ વેલી- બિન-સ્થાનિકો માટે બંધઃ બડગામ- યુસમાર્ગ, બડગામ- તૌસીમૈદાન, બડગામ- દૂધપાથરી, કુલગામ- અહરબલ, કુલગામ- કૌસરનાગ, કુપવાડા- બંગસ, કુપવાડા- કરીવાન ડાયવર્ટ, કુપવાડા- ચંડીગામ, હંદવાડા- બંગુસ વેલી, સોપોર- વુલર/વોટલેબ, સોપોર- રામપોરા અને રાજપોરાસોપોર- ચેહર, સોપોર- મુંડીઝ- હમામ- માર્કટ વોટરફોલ, સોપોર- ખાંપુ, બોસ્ની, વિઝિટોપઅનંતનાગ- સૂર્ય મંદિર ખીરીબલ, અનંતનાગ- વેરીનાગ ગાર્ડનઅનંતનાગ- સિન્થન ટોપ, અનંતનાગ- માર્ગન્ટોપ, અનંતનાગ-આકાદ પાર્ક, બારામુલ્લા- હબ્બા ખાતૂન પોઈન્ટ કવાર વગેરેનો સમાવેશ થાય છે.