સરકારે કિસાન સારથી લોન્ચ કરતા આવક અને ઘણા ફાયદા મળશે

Files Photo
નવીદિલ્હી: દેશના ખેડૂતોની આવક વધારવા માટે અને એમને આર્થિક મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. એ જ ક્રમમાં સરકારે વધુ એક મોટું અને સકારત્મક પગલું ભર્યું છે. ખેડૂતો માટે સરકારે ડિજિટલ પ્લેટફોર્મ ‘કિસાન સારથી’ને લોન્ચ કર્યું છે. આ ડિજિટલ પ્લેટફોર્મ પર ખેડૂતોને પાક અને બીજી વસ્તુઓની જાણકારી આપવામાં આવશે. સાથે જ એની મદદથી ખેડૂતો પાક અને શાકભાજીને સારી રીતે વેચી શકશે.
ભારતના સૂચના પ્રાદ્યોગિકી મંત્રી અશ્વિન વૈષ્ણવ અને કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ‘કિસાન સારથી’લોન્ચ કરી. વિડીયો કોન્ફ્રેંસીન્ગ દ્વારા લોકોને કિસાન સારથીની જાણકારી આપી. આઈસીએઆરના ૯૩માં ફાઉન્ડેશન ડે પર કિસાન સારથીને લોન્ચ કરી સરકારે ખેડૂતોને જબરદસ્ત ગિફ્ટ આપી છે.
આ સમયે વધુ ખેડૂત પરેશાન છે, એવા સમયમાં સરકારે કિસાન સારથી લોન્ચ કર્યું છે. એની મદદથી ખેડૂતો સારો પાક, ઉપજની યોગ્ય રકમ અને ઘણી મૂળભૂત વસ્તુનોની જાણકારી મેળવી શકશે. કિસાન ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કિસાન ફસલ સાથે જાેડાયેલી જાણકારી સીધા વૈજ્ઞાનિકો પાસે લઇ શકો છો.
સાથે જ ખેતી માટે નવી રીત પણ જાણી શકશો.
ખેડૂત કલ્યાણ મંત્રાલય, મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયને મજબૂત બનાવવા માટે અશ્વિની વૈષ્ણવએ લોન્ચના અવસર પર કહ્યું કે ઘણા મંત્રાલય મળીને ખેડૂતોની મદદ કરી રહ્યા છે. ખેડૂત સારથીથી મળેલ જાણકારીથી કિસાન અને વેપારી સરળતાથી પાકને ખરીદી અને વેચી શકે છે. નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો માટે એક જરૂરી પ્લેટફોર્મ કરાર આપ્યું છે.