સરકારે કૃષિ કાનુનો પર ચર્ચા માટે કમિટિની રચના કરવાનો પ્રસ્તાવ આપ્યો
નવીદિલ્હી, નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનો વિરોધ અટકવાનું નામ લઇ રહ્યો નથી અને આજે સતત છઠ્ઠા દિવસે કિસાનોનું આંદોલન ચાલુ રહ્યું છે કિસાનોની સાથે ગતિરોધ સમાપ્ત કરવા માટે સરકાર અને કિસાન નેતાઓની વચ્ચે વિજ્ઞાન ભવનમાં બેઠક યોજાઇ હતી બેઠકમાં કિસાનોના પ્રતિનિધિઓએ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર,પીયુષ ગોયલ ઉદ્યોગ રાજયમંત્રી સોમપ્રકાશ સામેલ હતાં. કિસાનોના લગભગ ૩૫ પ્રતિનિધિ આ બેઠકમાં સામેલ થયા હતાં. આ બેઠક વિજ્ઞાન ભવનમાં યોજાઇ હતી.
કિસાનોની સાથે ચર્ચા દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે એક સમિતિ બનાવીએ તમે પોતાના સંગઠનથી ચાર પાંચ નામ આપો આ સમિતિમાં સરકારના લોકો પણ સામેલ થશે કૃષિ નિષ્ણાંતો પણ હશે આ તમામ લોકો નવા કાનુન પર ચર્ચા કરશે ત્યારબાદ જાેઇશું કે કયાં ભુલ છે અને આગળ શું કરવું જાેઇએ.
જેજેપી અધ્યક્ષ અજય ચૌટાલાએ કહ્યું કે કિસાનોની સમસ્યાનું જેટલું તાકિદે સમાધાન થાય તેટલુ જ સારૂ છે અમે સરકારમાં બેઠેલા લોકોને વિનંતી કરીએ છીએ કે સરકારમાં બેઠેલા લોકો વારંવાર એ નિવેદન આપે છે કે અમે એમએસપીને જારી રાખીશું તો તેને જોડી દે એક લાઇન લખવામાં શું મુશ્કેલી છે.
દરમિયાન પદ્મશ્રી અને અર્જૂન અવોર્ડ સન્માનિત સહિત અનેક પૂર્વ ખેલાડીઓએ જાહેરાત કરી છે કે કૃષિ કાનુનોના વિરૂધ્ધ દિલ્હીમાં થઇ રહેલ કિસાનો પર બળ પ્રયોગના વિરોધમાં તેઓ પોતાના પુરસ્કાર પાછા આપી દેશે તેમાં પદ્મશ્રી અને અર્જૂન એવોર્ડ વિનેતા પહલવાન કરતાર સિંહ,અર્જૂન એવોર્ડથી સન્માનિત બાસ્કેટ બોલ ખેલાડી સજજસિંહ ચીમા અને અર્જૂન એવોર્ડથી સન્માનિત હોકી ખેલાડી રાજબીર કોર સામેલ છે તેમણે કહ્યું કે પાંચ ડિસેમ્બરે તેઓ દિલ્હી જશે અને રાષ્ટ્રપતિની બહાર પોતાના પુરસ્કાર રાખી દેશે પંજાબના મંત્રી ભાષણ ભુષણ આશુએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખુલ્લા મને કિસાનોની માંગ પર વિચાર કરે અને તેને માને.
પહેલા સરકાર તરફથી ત્રણ ડિસેમ્બરે વાતચીતનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો ગૃહમંત્રી અમિત શાહે શરત રાખી હતી કે કિસાનોને વાતચીત માટે બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડ પર આવવું જોઇએ દિલ્હીની સીમાઓથી હટવું પડશે પરંતુ શરત વાતચીતના આ પ્રસ્તાવને કિસાનોને ઠુકરાવી દીધો હતો.રવિવારે મોડી રાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિત અનેક મોટા નેતાઓની સાથે બેઠક કરી હતી અને સરકારે ઠંડી અને કોરોનાનો હવાલો આપી કિસાનોને ત્રણ ડિસેમ્બર પહેલા એક ડિસેમ્બરે એટલે કે આજે વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.HS