સરકારે કૃષિ મંત્રીને પિંજરાનો પોપટ બનાવી રાખ્યા છે : ભાકિયુ અધ્યક્ષ
ગાજીપુર: ગાજીપુર સમા પર કિસાનોની શક્તિની અહેસાસ કરાવવા માટે ટ્રેકટર રેલી કાઢવામાં આવી રહી છે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતનું કહેવું છે કે દેશના કિસાન નબળા નથી વચ્ચેનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે પરંતુ સરકારે પોતાની જીદ છોડવી પડશે.સરકારે કૃષિ મંત્રીને પિંજરાવાળો પોપટ બનાવીને રાખી દીધા છે.જાે તેમને અધિકાર આપવામાં આવે તો નિર્ણય થઇ જશે તેમણે કહ્યું કે અમે હંમેશા વાતચીત માટે વચ્ચેનો માર્ગ ખુલ્લો રાખ્યો છે
પરંતુ સરકારે પોતાની જીદ છોડી કિસાનોથી માફી માંગવી પડશે તેમણે કહ્યું કે કૃષિ મંત્રી સારા છે અમે તેમને ખોટા કહેતા નથી તેમને પિંજરાનો પોપટ બનાવી રાખ્યા છે.રાજનાથસિંહ તેમને અધિકાર આપે જાે તેમે અધિકાર આપવામાં આવશે તો નિર્ણય થઇ જશે સરકારમાં પણ તમામ લોકો સારા છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ પણ સારા છે પરંતુ તેમનો વિચાર ખોટો છે.તેમણે કિસાનોને ભટકાવી દીધા જેને કારણે ભાજપની હોડી ડુબવાને આરે છે જાે સરકાર તેમની વાત સાંભળશે નહીં તો ધરણા જારી રહેશે
તેમણે કહ્યું કે ગત સાત મહીનાથી ગાજીપુર સીમા પર ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતના નેતૃત્વમાં કૃષિ કાનુનના વિરોધમાં ધરણા ચાલી રહ્યાં છે કેન્દ્ર સરકાર દ્વારા કાનુન પાછા ન લેવા પર ભાકિયુના કાર્યકર્તાઓએ પશ્ચિમી ઉત્તર પ્રદેશના મોટાભાગના ટોલ પ્લાઝા પર ધરણા કર્યા છે જયારેમુઝફફરનગર અને સગારપુરના કિસાનો દ્વારા ગાજીપુર બોર્ડર પર પહોંચી સરકારને પોતાની શક્તિને અહેસાસ કરાવવા માટે ટ્રેકટર રેલી કાઢી હતી રેલીનું નેતૃત્વ કરી રહેલ નરેશ ટિકૈતે કહ્યું કે રેલી કાઢવાની પાછળ કોઇ ખાસ હેતુ નથી રેલી તો નિકળતી જ રહેશે
રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું કે નવા કૃષિ કાનુનોથી હવે દેશમાં ભુખના આધાર પર કીમત નક્કી થશે કિસાનોનું અનાજ અને રોટલી હવે તિજાેરીમાં બંધ થશે. જે રીતે કોરોનામાં લોકો ઓકસીજન માટે ગોદામોની બહાર ઉભા રહ્યાં હતાં તેવી જ રીતે રોટલી માટે પણ લોકો મોટી મોટી કંપનીઓ અને ગોદામોની બહાર ઉભેલા નજરે પડશે.