સરકારે ઘઉંની નિકાસમાં થોડીક છુટછાટ આપી
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ગત સપ્તાહે ઘઉંની નિકાસ પણ એકાએક સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યા બાદ આજે મંગળવારે થોડીક છુટછાટ આપવાની ઘોષણા કરી છે. સરકારે આ મામલે નિકાસકારોને થોડીક રાહત આપતા જણાવ્યુ કે, ઘઉંના કન્સાઇન્મેન્ટની તપાસ ક્સટમ ડ્યૂટીને સોંપવામાં આવી છે અને 13 મે કે તેની પહેલા વિભાગની સિસ્ટમમાં જેમના કન્સાઇન્મેન્ટની નોંધણી થઇ ચૂકી છે, તેમને નિકાસની મંજૂરી અપાશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યુ કે, એવો નિર્ણય લેવાયો છે કે ઘઉંની શિપમેન્ટની તપાસ માટે કસ્ટમટ ડ્યૂટી વિભાગને કામગીરી સોંપાઇ છે અને 13 મે, 2022 કે તેની પહેલા તેમની સિસ્ટમમાં રજિસ્ટ્રેશન કરાયુ છે, એવા કન્સાઇન્મેન્ટની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ભારત સરકારે ઇજિપ્ત તરફથી જનાર ઘઉંના કન્સાઇન્મેન્ટને મંજૂરી આપી છે, જે પહેલાંથી જ કંડલા બંદરે લોડ થયેલા છે. હકીકતમાં તેની પહેલા જ ઇજિપ્તની સરકારે કંડલા બંદર પર લોડ થઇ રહેલા ઘઉંની નિકાસની મંજૂરી આપવા ભારત સરકારને વિનંતી કરી હતી.
સરકારે એક નિવેદનમાં જણાવ્યુ કે, ઇજિપ્તને ઘઉંની નિકાસમાં કરવામાં વ્યસ્ત કંપનીએ 61,500 ટન ઘઉંનુ લોડિંગ પુરું કરવા વિનંતી કરી હતી, જેમાંથી 44,430 ટન ઘઉં પહેલા જ લોડ કરી દેવાયો હતો અને માત્ર 17,160 ટન માલ લોડ કરવાનો બાકી હતો. સરકારે 61,500 ટનની સંપૂર્ણ શિપમેન્ટને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે અને તેને કંડલા બંદરેથી ઇજિપ્ત માટે રવાના કરાશે.