સરકારે ટિ્વટરને અલ્ટિમેટમ આપીને અંતિમ નોટિસ જાહેર કરી
નવીદિલ્હી: નવા આઇટી નિયમો અંતર્ગત સરકાર અને ટિ્વટરને અલ્ટિમેટમ આપીને અંતિમ નોટિસ જાહેર કરી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ ટિ્વટરને લખ્યું હતું કે ૨૮ મે અને ૨ જૂનના રોજ પ્રાપ્ત થયેલા તમારા જવાબથી નિરાશા પ્રાપ્ત થઈ છે. કારણ કે તમને જે પૂછવામાં આવ્યું હતું એ અંગે ના તો તમે સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને ના તો તમે નવા નિયમો સંપૂર્ણપણે લાગૂ કર્યા હતા.
સરકારે ટિ્વટરને કહ્યું હતું કે તમને અંતિમ તક આપી રહ્યા છીએ. નહીં તો જે છૂટછાટ આપવામાં આવી છે એને નાબૂદ કરવામાં આવશે અને એના જવાબદાર પણ તમે હશો. સરકારે કહ્યું હતું કે ટિ્વટરે અત્યારસુધી ચીફ કંપ્લાયંસ ઓફિસર અંગે પણ નહોતુ જણાવ્યું. જે નોડલ કોન્ટેક્ટ પર્સન નોમિનેટ કર્યા છે, તે ભારતમાં ટિ્વટરનો કર્મચારી નથી. એની સાથે જે ઓફિસનું સરનામું આપવામાં આવ્યું છે એ પણ એક લૉ ફર્મનું હતું.
આની પહેલા ટિ્વટરની વધુ એક કાર્યવાહીએ કેન્દ્ર સરકારને ગુસ્સે કર્યા હતા. શનિવારની સવારે સમાચાર સામે આવ્યા હતા કે ટિ્વટરે ભારતના ઉપ-રાષ્ટ્રપિત એમ. વેંકૈયા નાયડુ અને સંઘના ઘણા નેતાઓનાં અંગત ટિ્વટર અકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી હતી. જાેકે વિવાદ વકરતાં ટિ્વટરે ગણતરીના સમયગાળામાં નાયડુના અકાઉન્ટને ફરીથી વેરિફાય કરી દીધું હતું. તેની સાથે ટિ્વટરે હવે આરએસએસના પ્રમુખ પર નિશાન સાધ્યું છે. તેઓએ મોહન ભાગવતના ટિ્વટર અકાઉન્ટથી પણ બ્લૂ ટિક હટાવી દીધું છે.
વેંકૈયા નાયડૂની સાથે બ્લૂ ટિકની સ્ટોર-રિસ્ટોર ગેમ પછી હવે ટિ્વટરે આરએસએસના પ્રમુખ પર નિશાન સાધ્યું છે. મોહન ભાગવતના ટિ્વટર અકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવવા પાછળ પણ એક કારણનું તારણ કાઢવામાં આવી રહ્યું છે. જેમાં મોહન ભાગવતનું ટિ્વટર અકાઉન્ટ મે ૨૦૧૯માં બન્યું હતું, પરંતુ હજુ તેઓના ટિ્વટર પર એકપણ ટ્વીટ દેખાઈ રહી નથી.