Western Times News

Gujarati News

સરકારે પાયાની સુવિધાઓ પહોચાડીને છેવાડાના લોકોને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કર્યા છે ઃ મુખ્યમંત્રી

સુરેન્દ્રનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ગુજરાતમાં બે દાયકામાં અંતરિયાળ વિસ્તારો સુધી પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ જેવી પાયાની સુવિધાઓ પહોચાડીને સરકારે છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં સામેલ કર્યા છે. તેને પરિણામે ગુજરાત સર્વગ્રાહી વિકાસનું આગવું મોડલ બન્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી રાજ્યની જનતાને વીજઉર્જાના ૧૫ પ્રકલ્પો સમર્પિત કર્યા હતા, કુલ રૂ. ૧૩૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ તેમણે કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ૬૬ કે.વી.ના ૧૨ સબસ્ટેશન અને ૨૨૦ કે.વી.નું ૦૧ સ્ટેશન એમ કુલ ૧૩ વીજ સ્ટેશનના લોકાર્પણ તેમજ ૬૬ કે.વી.ના ૨ સબસ્ટેશનના ખાતમુહૂર્ત કર્યા હતા.

ઉપરાંત સમી પેટા વિભાગીય કચેરી અને પાટડીની સુરજમલજી હાઇસ્કુલના નવનિર્મિત ભવનના લોકાર્પણ કર્યા હતાં. આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના ગામડાઓના અંધારા સરકારે જ્યોતિ ગ્રામ યોજનાથી ઉલેચ્યા છે, સરકારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવિરત વીજળી અને ગામમાં જ અદ્યતન આરોગ્ય સેવાઓ આપીને સૌના જીવનમાં પ્રકાશ પાથર્યો છે.

તેમણે ક્હ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમા વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમયે રાજ્યનો ડ્રોપ આઉટ રેશિયો ૩૮ ટકા હતો જે ઘટીને ૪ ટકા સુધી પહોંડ્યો છે.

ગુજરાતમાં ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અગરીયા અને વિચરતી જાતિના બાળકોના શિક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરીને આ સમુદાયને સમાજના મુખ્યપ્રવાહમાં જાેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પાટડી ખાતે નવી કોમર્સ કોલેજ શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.

આ તકે પાટડી જેવા અંતરિયાળ વિસ્તારમાં ૩.૬૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા હાઇસ્કુલના મકાનની ભેંટ આપવા બદલ અભિનંદન પાઠવતા રાજ્યના શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પાટડી સહિતના ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણક્ષેત્રે તમામ શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણોત્સવ, પ્રવેશોત્સવ, કન્યા કેળવણીની પહેલથી નવી રાહ ચીંધી છે ત્યારે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર હતું અને રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.