Western Times News

Gujarati News

સરકારે પોતે ભારત સરકારના સ્કેરસીટી મેન્યુઅલનો ભંગ કર્યો

મુખ્યમંત્રી પોતાના જ વડાપ્રધાનની પ્રધાનમંત્રી ફસલ બિમા યોજનાનો છેદ ઊડાડી રહ્યાં છેઃ અર્જુન મોઢવાડિયા
અમદાવાદ,  ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ચાલુ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના રદ કરવાની જાહેરાતને ગુજરાતના ખેડુતોને ભાજપ સરકાર દ્વારા મોટી થપ્પડ હોવાનું જણાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ વર્તમાન યોજનાને બદલે કોંગ્રેસ પક્ષની સરકારો વખતની પાક વીમા યોજના લાગુ કરવાની માંગણી કરીને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વિકલ્પે જાહેર કરાયેલી યોજનાને લોલીપોપ ગણાવી હતી.

https://westerntimesnews.in/news/62971

અર્જુનભાઈ મોઢવાડિયાએ છેલ્લા ૬ વર્ષથી ભાજપ સરકાર દ્વરા અમલમાં રહેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ભાજપ સરકારના ખાનગી વીમા કંપનીઓ સાથેના મેળાપીપણાને કારણે ખેડૂતોને ઓછી અને વીમા કંપનીઓને લાભ કરાવનારી હતી.

આખા દેશમાંથી ભાજપની માનીતી ૧૦ ખાનગી કંપનીઓ વાર્ષિક રૂપિયા ૨૭૦૦૦ કરોડની રકમ ઉઘરાવીને ભાજપ સરકારના મેળાપી પણામાં ૭૦ ટકા રકમ આકંપનીઓ ચાઉ કરી જતી હતી અને ખેડૂતોને ઠેંગો બતાવતી હતી. ગુજરાતમાં પણ આ કંપનીઓ રૂ. ૨૫૦૦ થી ૩૦૦૦ કરોડનું પ્રિમિયમ ઉઘરાવતી હતી. ખેડૂતોને આશા હતી કે ભાજપની નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે ૨૦૧૫-૧૬માં અમલી બનાવેલી આ ભ્રષ્ટાચારી યોજનાને બદલે અગાઉ વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમલી બનાવેલ રાજીવ ગાંધી રાષ્ટ્રિય પાક વીમા યોજના પુનઃ ચાલુ કરાશે અને તેની અમલવારી સરકારી વીમા કંપની એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કોર્પોરેશનને પુનઃ સોંપી દેવાશે.

તેને બદલે વિમા કંપનીઓએ આ વર્ષે વધારે ઉંચા ભાવનું ટેન્ડર ભર્યું છે. એવા બાલીશ બહાના હેઠળ વીમા યોજના જ બંધ કરી દેવાનું ભાજપનું કૃત્ય ખેડૂતોને મોટી લપડાક છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ પાકવીમાના બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવતા જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રીએ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે પાકને ૩૩ ટકા થી ૬૦ ટકા નુકશાન થાય ત્યાં સુધી વધુમાં મળવાપાત્ર થશે. ખેડૂતોની નુકશાનીનો સર્વે સરકારી અધિકારીઓએ જ કરવાનો છે.

કોંગ્રેસ પક્ષની પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એવરેજ પાકના ઉત્પાદનના નુકશાન સામે પાકવીમો મળતો હતો. મગફળીનું વીઘાદીઠ એવરેજ ઉત્પાદન જો ૨૦ મણ હોય તો ૨૦ મણ ઉત્પાદનની સામે ખેડૂતોને કેટલા ટકા નુકશાન ગયું તેનું વળતર મળતું હતું. પણ મગફળીનો ભાવ રૂ. ૧૦૦૦ ગણીએ તો વીઘાદીઠ રૂ. ૨૦ હજારનું વીમા કવર મળતુ હતુ તેની જગ્યાએ માત્ર રૂ. ૩૨૦૦ (એકરદીઠ રૂ. ૮૦૦૦) નું નુકશાની કવર કરવાની માન. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે જે પણ લોલીપોપ જ નીકળવાની છે.

તેની સામે છત્તીસગઢની કોંગ્રેસ સરકારે કોઈ વીમા યોજના વગર રાજ્યના તમામ ખેડૂતોને એકરદીઠ રૂ. ૧૦૦૦૦ થી ૧૩૦૦૦ સુધીની સીધી સહાય રાજીવ ગાંધી કૃષિ સહાય યોજના હેઠળ આપેલ છે. ગુજરાત સરકારના એકર દીઠ રૂ. ૮૦૦૦ ની નુકશાન વળતર સહાય (સીધી સહાય નહી) ગુજરાતના ૨ ટકા ખેડૂતોને પણ મળવા પાત્ર થવાની નથી કારણ કે જે શરતો મુકી છે તે પ્રમાણે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના સંજોગોમાં ખેડૂતોને નુકશાન થાય તો આ વળતર મળવા પાત્ર થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.