Western Times News

Gujarati News

સરકારે ‘બેટી પઢાવો’ ની સાથે ‘બેટી બચાવો’ તરફ વધુ ધ્યાન આપવું પડે એવી સ્થિતિ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મહિલાઓની સુરક્ષા બાબતે એક સમયે સમગ્ર દેશમાં મોખરે ગણાતા અમદાવાદમાં કેટલાંક સમયથી છેડતી અને બળાત્કારના બનાવો ચિંતાજનક હદે વધ્યા છે. ઉપરાંત, આવી ઘટનાઓનું પ્રમાણ પણ સતત વધી રહ્યુ છે. ખાસ કરીને નાના બાળકોની છેડતી કરીને તેમની સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્યો કરવાની ઘટનાને પગલે સમાજમાં રોષ વ્યાપ્યો છે. જ્યારે નાના નાના સંતાનો ધરાવતા મા-બાપ ચિંતીત થઈ રહ્યા છે. આ પરિÂસ્થતિમાં સારંગપુરમાં રહેતી મહિલા પોતાની પાંચ વર્ષની ભત્રીજીને સાંતા-ક્લોઝ બતાવીને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે એ સમયે ઘાંચીની પોળ નજીકએક શખ્સે બાળકી સાથે અડપલા કર્યા હતા.


પાંચ વર્ષીય બાળકીને લઈને તેના ફોઈ ગુરૂવારે સાંજે સારંગપુર ચકલા ખાતે સાંતાક્લોઝ બતાવવા ગયા હતા. જ્યાંથી સાંજે આશરે સાડા સાત વાગ્યાના અરસામાં ફોઈ અને બાળકી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા

ત્યારે ઘાંચીની પોળ નજીક પહોંચતા જ રાજેશ પ્રવિણચંદ્ર બારોટ (ઘાંચીની પોળ, સારંગપુર) નામના શખ્સે બાળકીના શરીરે અડપલા કર્યા હતા. વધુમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે રાજેશે તેના હાથમાંથી બાળકીને છીનવીને તેના કપડાં કાઢીને ગુપ્ત ભાગે પણ અડપલા કર્યા હતા. બાદમાં સમગ્ર ઘટનાની જાણ મહીલાએ તેના પરિવારને કરી હતી. અને આ ચકચારી ઘટનાની ફરીયાદ નોંધાવવા પરિવારજનો ખાડીયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

પાંચ વર્ષીય બાળકી સાથે બનેલા આવા બનાવની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને તુરંત જ રાજેશને ઝડપીને તેના વિરૂધ્ધ છેડતી અને પોક્સોની કલમો લગાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં લોકોમાં પણ રોષ ફેલાયો છે. અત્રે નોંધનીય છે કે ફક્ત બે થી ત્રણ દિવસમાં એક સગીરા સહિત બે બળાત્કારની ઘટનાઓ સામે આવી છે.

આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ લુખ્ખા  તત્ત્વો  અને રોમિયોનો ત્રાસ વધી જતાં પોલીસે ‘શી’ ટીમ બનાવવાની ફરજ પડી છે. જેના પગલે હાલમાં સમગ્ર શહેરમાં સક્રિય થયેલી ‘શી’ ટીમે કેટલાંયે રોમિયોને ઝડપીને તેમની સાન ઠેકાણે લાવી દીધી છે. હાલમાં ચાલીછ રહેલા કાંકરીયા કાર્નિવલમાં પણ ખુબ જ મોટી ભીડ હોઈ ત્યાં પણ ફરજ પર હાજર ‘શી’ ટીમે બે અલગ અલગ સ્થળોએથી યુવતિઓની છેડતી કરતા બે રોમિયોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ‘શી’ ટીમ કાંકરીયા ગેટ નં.૩ આગળ ફરજ પર હતી ત્યારે ‘યશ રઘુભાઈ રાવલ (રહે. કાંકરીયા શાળા નં.૬, બ્રહ્માકુમારીની બાજુમાં મણીનગર) નામનોશ ખ્સ છેડતી અને બિભત્સ ચેનચાળા કરતો ઝડપાયો હતો.

જ્યારે અન્ય ટીમે કાંકરીયામાં સ્ટેજ નંબર ર નજીક વ્યાયામ શાળાની બાજુમાં ચિરાગ રમણભાઈ (સર્વોદયનગર, ખોખરા) નામના રોમિયોને ઝડપી લીધો હતો. ઉપરાંત કાગડાપીઠ પોલીસે પણ પંડિત નહેરૂ સ્કુલ, બહેરામપુરા) ખાતે જાહેરમાં ઉભા રહીને છેડતી કરતાં બે શખ્સોની ફરીયાદ મળતા જ બપોરે એક વાગ્યાના સેમારે ભરત રમેશ પરમાર (બનાસ એપાર્ટમેન્ટ, બહેરામપુરા) અને નિલેશ લખુ પરમાર (હેમંત કસાઈની ચાલી બહેરામપુરા) ખાતેથી બંન્નેને રોમિયોગીરી કરતા ઝડપી લીધા હતા. ‘શી’ ટીમે તેમના વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રં ઉલ્લેખનીય છે કે દરેક પોલીસ સ્ટેશનમાં એક ‘શી’ ટીમનું ગઠન કરવામાં આવ્યુ છે. જે સિવિલ ડ્રેસમાં જ લોકો વચ્ચે જઈ લુખ્ખા ત¥વોને ઓળખી તેમને ઝડપી લેવાની કાર્યવાહી કરી રહી છે. ઉપરાંત શાળા-કોલેજામાં જઈને પણ ‘શી’ ટીમ જાગૃતિના કાર્યક્રમો ચલાવી રહી છે. જા કે સ્થાનિક પોલીસ ઉપરાંત ‘શી’ ટીમ હોવા છતાં પણ યુવતિઓ અને બાળકો સાથે બની રહેલા બનાવો સામાન્ય નાગરીકોમાં ચિંતા ઉપજાવનારા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.