Western Times News

Gujarati News

સરકારોમાં જજાેને બદનામ કરવાનું નવું ચલણ શરૂઃ મુખ્ય ન્યાયાધીશ

નવીદિલ્હી, ભારતના મુખ્ય ન્યાયાધીશ એમ.વી. રમણે કહ્યું કે સરકારો દ્વારા જજાેને બદનામ કરવાનું નવું ચલણ શરૂ થઇ ગયું છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. ચીફ જસ્ટિસ રમણની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે આ ટિપ્પણી છત્તીસગઢ સરકાર દ્વારા રાજ્ય હાઇકોર્ટના આદેશ વિરૂદ્‌ઘ દાખલ બે વિશેષ અનુમૂતિ અરજીઓ (એસએલપી) પર વિચાર કરતાં કરી. વાસ્તવમાં હાઇકોર્ટના આદેશ પર એક વકીલે સવાલ ઉઠાવતા બેન્ચે નારાજગી વ્યક્ત કરતાં આ વાત કહી હતી.

હાઇકોર્ટે પૂર્વ મુખ્યમંત્રી રમનસિંહના મુખ્ય સચિવ અમનકુમાર સિંહ વિરૂદ્‌ઘ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગ નોંધાયેલી FIRને રદ કરવાનો આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટના આદેશને છત્તીસગઢ સરકાર અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર ઉચિત શર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. શર્મા તરફથી હાજર વરિષ્ઠ વકીલ સિદ્‌ઘાર્થ દવેએ કહ્યું કે એફઆઇઆર રદ કરવાનું તર્ક એ છે કે આરોપ સંભાવના પર આધારિત છે.

તેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તમે જે પણ લડાઇ લડો તે ઠીક છે પરંતુ અદાલતોને બદનામ કરવાનો પ્રયાસ ના કરો. હું આ અદાલતમાં પણ જાેઇ રહ્યો છું.

આ એક નવું ચલણ છે. તેના પર છત્તીસગઢ રાજ્ય તરફથી હાજર વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે તેઓ આ બિંદુ પર જરાય જઇ રહ્યાં નથી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, અમે રોજ જાેઇ રહ્યાં છીએ. તમે એક વરિષ્ઠ વકીલ છો, તમે આને અમારા કરતાં વધારે જાેયું છે. આ એક નવું ચલણ છે.

સરકારોએ જજાેને બદનામ કરવાનું શરૂ કરી દીધું છે, આ દુર્ભાગ્યપૂર્ણ છે. બેન્ચે કહ્યું કે અનુમાનો અને તમારા આરોપોના આધારે અમે આ પ્રકારના શોષણને જારી રાખવાની મંજૂરી ન આપી શકીએ. તેના પર દવેએ કહ્યું કે, આ અનુમાન નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.