Western Times News

Gujarati News

સરકાર અને ખેડૂતો વચ્ચે આજની બેઠક પણ નિષ્ફળ, 15 જાન્યુઆરીએ ફરી બેઠક મળશે

નવી દિલ્હી, છેલ્લા દોઢેક મહિનાથી ત્રણ કૃષિ બિલ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરી એક વખત સામાધાન બેઠક મળી હતી. સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમી બેઠકમાં પણ સમસયાનું કોઇ સામાધાન નિકળી શક્યું નથી. શુક્રવારે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે મળેલી આઠમી બેઠક પણ નિષ્ફળ રહી છે. હવે આગામી બેઠક 15 જાન્યુઆરીના દિવસે મળશે.

મશતી માહિતિ પ્રમાણે જે પણ સરકારે ખેડૂતો સમક્ષ ત્રણે કૃષિ બિલમાં સંશોધનનો પ્રસ્તાવ મૂક્યો, જેને ખેડૂતોએ દર વખતની જેમ નકાર્યો છે. તો સામે પક્ષે ખેડૂત નેતાઓ ત્રણે કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ ઉપર અડગ છે. સરકારે એવો તર્ક આપ્યો છે કે દેશના અનેક ખેડૂતો આ ત્રણે કાયદાના પક્ષમાં છે જેથી તેને રદ્દ ના કરી શકાય.

40 પ્રદર્શનકારી ખંડૂત સંગઠનોના નેતાઓ અને સરકારના મંત્રો વચ્ચે વિજ્ઞાન ભવનમાં થયેલા આ બેઠકમાં ખેડૂતોનું વલણ ઉગ્ર હતું. ખેડૂતે સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકાર નથી ઇચ્છતી કે આ મુદ્દાનું કોઇ સામાધાન આવે. કેટલાક ખેડૂત નેતાઓ પોસ્ટર સાથે બેઠકમાં આવ્યા હતા, જેના પર લખેલું હતું કે ‘હમ યા તો મરેંગે, યા તો જીતેંગે’.

એક ખેડૂત નેતાએ સરકારના મંત્રીઓને કહ્યું કે તમે દર વખતે નવા નવા તર્કો રજૂ કરો છો. અમારે કોઇ પણ પ્રકારની દલીલ નથી કરવી, અમારી પાસે પણ તર્કોનું લાંબુ લિસ્ટ છે. અમારી એક જ માંગ છે કે સરકાર આ ત્રણે કાયદા પરત લે.

ત્યારે હવે સરકાર ને ખેડૂતો વચ્ચે આગામી બેઠક 15 જાન્યુઆરીના દિવસે મળશે. તે પહેલા 11 જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દાને લઇને સુનવણી થવાની છે. જેના પર બધાની નજર ટકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.