સરકાર કહેશે એ જ રસી મુકવાની રહેશે, વિકલ્પ પસંદ નહીં કરી શકાય: સ્વાસ્થ્ય સચિવ
નવી દિલ્હી, 16 જાન્યુઆરીથી દેશભરમાં શરુ થનારા કોરોનાના રસીકરણ વચ્ચે સરકારે એવા સંકેત આપ્યા છે કે સરકાર જે નક્કી કરે તે રસી મુકાવવાની રહેશે.તેનો વિકલ્પ નહીં આપવામાં આવે.
સરકારે ભારતમાં સીરમ ઈન્સ્ટિટયુટની એસ્ટ્રા જેનિકા અને ભારત બાયોટેકની કો વેક્સિનને મંજૂરી આપી છે ત્યારે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ હતુ કે, સંખ્યાબંધ દેશમાં એકથી વધારે વેક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે પણ લોકોને વિકલ્પ વપસંદ કરવાનો અધિકાર અપાયો નથી.
આમ સ્વાસ્થ્ય સચિવે એવો સંકેત આપ્યો છે કે, ભારતમાં પણ આ જ પ્રકારની નીતિ સરકાર અપનાવી શકે છે.તેમણે વધુમાં કહ્યુ હતુ કે, વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યા બાદ બીજો ડોઝ 28 દિવસના સમયગાળા બાદ આપવામાં આવશે.
હાલમાં દેશના વિવિધ શહેરોમાં આ વેકસીનના ડોઝ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે.સરકાર દ્વારા સીરમ ઈન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેક પાસેથી રસીના કરોડો ડોઝ ખરીદવામાં આવ્યા છે.પહેલા તબક્કામાં સરકાર હેલ્થ વર્કર્સ અને બીજા કોરોના વોરિયર્સને ફ્રી રસી આપવાની છે.