સરકાર કોરોના પર કાબૂ મેળવી શકતી અને નથી પૂરતી રસી આપી શકતી : રાહુલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Rahul-Gandhi.jpg)
નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના મામલા વધી રહ્યા છે અને બીજી તરફ પીએમ મોદીએ ૧૪ એપ્રિલે રસીકરણ અભિયાન માટે ટીકા ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.
જેના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટોણો માર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નથી સરકાર કોરોના પર કાબૂ મેળવી શકતી અને નથી પૂરતી રસી આપી શકતી, નથી રોજગાર અન નથી ખેડૂતો અને મજૂરોની વાત સંભળાતી, નાના ઉદ્યોગો પણ સુરક્ષિત નથી
મધ્યમવર્ગમાં પણ અસંતોષ છે. સામાન્ય માણસને તો કમસે કમ છોડી દેવો હતો. બીજી રતફ રાહુલ ગાંધીએ આ પહેલા પણ મજૂરોના પલાયનને લઈને કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે ગઈકાલે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની નિષ્ફળ નીતિઓના કારણે દેશમાં કોરોનાની ભયાનક લહેર આવેલી છે. મજૂરો ફરી પલાયન કરવા માટે મજબૂર છે અને તેમને રસીકરણની સાથે સાથે પૈસાની સહાય કરવી જરુરી છે. જે ઈકોનોમી માટે પણ સારુ હશે. જાેકે આ અહંકારી સરકાર સારા સૂચનો સ્વીકારવા માટે તૈયાર નથી અને પ્રજા ભગવાન ભરોસો છે.