સરકાર ખેડૂતોના મનની વાત સાંભળે અને કૃષિ કાયદો પાછો ખેંચેઃ કોંગ્રેસ
નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનુ એલાન અપાયુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે કે, ખેડૂતોના મનની વાત સરકાર સાંભળે અને કાળો કાયદો પાછો ખેંચે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, સરકારે આ કાયદો રદ કરવો જ પડશે અને તેનાથી ઓછુ કશું મંજૂર નથી.બીજી તરફ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યુ હતુ કે, દેશના ખેડૂતો રાજકીય પક્ષાપક્ષી ભુલીને એક છે.હરિયાળી ક્રાંતિનુ નેતૃત્વ કરનાર પંજાબે ખેતીના વ્યાપારીકરણ સામે પણ ક્રાંતિ કરવા માટેની બીડુ ઝડપ્યુ છે.કોંગ્રેસ ખેડૂતો સાથે ખભાથી ખભો મિલાવીને ઉભી છે.
તેમણે કહ્યુ હતુ કે, આ કાયદો મૂળભૂત રીતે સવાલોના ઘેરામાં છે.સરકારની પરીક્ષા છે કે તે બધાને સાથે લઈને ચાલી શકે છે કે કેમ…જો સરકાર ખેડૂતોની વાત નથી સાંભળતી તો કમ સે કમ આરએસએસ સાથે જોડાયેલા સંગઠનો સ્વદેશી જાગરણ મંચ અને ભારતીય કિસાન સંઘની વાત તો સાંભળવી જોઈએ.