સરકાર ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વેક્સીન લગાવવાનું એલાન કરે : માયાવતી
લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આંબેડકર જયંતિ પર મીડિયાને સંબોધિત કર્યા. માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે આજેનો દિવસ બહુ જ ખાસ છે કારણકે આજના જ દિવસે બસપાની સ્થાપના થઈ. બસપા બાબા સાહેબના મિશનને આગળ વધારી રહ્યુ છે. આ દરમિયાન માયાવતીએ કહ્યુ કે કેન્દ્ર અને અન્ય બધી રાજ્ય સરકારોએ ગરીબોને મફત વેક્સીન લગાવવાનુ એલાન કરવુ જાેઈએ.
બસપા અધ્યક્ષ માયાવતીએ બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે કેન્દ્ર સરકારે ૧૪ એપ્રિલ સુધી કોવિડ-૧૯ વેક્સીન લગાવવાને ઉત્સવ તરીકે મનાવવાનુ જે વિશેષ અભિયાન ચલાવ્યુ છે તે સારી વાત છે. પરંતુ જાે આ ઉત્સવ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં વેક્સીન લગાવવાના રૂપમાં મનાવવામાં આવતુ તો તે વધુ યોગ્ય ગણાત. હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનુરોધ કરુ છુ કે તે આજે આખા દેશમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વેક્સીન મફતમાં લગાવાનો ર્નિણય લે અને એલાન કરે.