સરકાર જે દિવસે પેટ્રોલ ડીઝલનો ભાવ ન વધે તેને સારો દિવસ જાહેર કરે : પ્રિયંકા

લખનૌ: ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરીને કહ્યુ કે, ‘ભાજપ સરકારે સપ્તાહના એ દિવસનુ નામ ‘સારો દિવસ’ કરી દેવુ જાેઈએ જે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન થાય.’
આ સાથે જ પ્રિયંકા ગાંધીએ એક ફોટો પણ શેર કર્યો જેમાં તેમણે લખ્યુ છે, ‘ફરીથી આકાશને આંબતા પેટ્રોલ-ડીઝલના ભાવ.’
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલ વધારા માટે ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે ટિ્વટ કરીને ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કરીને લખ્યુ, ‘ભાજપ સરકારે સપ્તાહના એ દિવસનુ નામ ‘સારો દિવસ’ કરી દેવુ જાેઈએ જે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન થાય.’ આ સાથે જ પ્રિયંકા ગાંધીએ એક ફોટો પણ શેર કર્યો જેમાં તેમણે લખ્યુ છે, ‘ફરીથી આકાશને આંબતા પેટ્રોલ-ડીઝલના ભાવ.’