સરકાર ટૂંક સમયમાં લાવશે વસ્તી નિયંત્રણ બિલ, કેન્દ્રીયમંત્રી પ્રહલાદ સિંહ પટેલે દાવો કર્યો
નવીદિલ્હી,કેન્દ્રીય મંત્રી એ કહ્યું, જનસંખ્યા નિયંત્રણ બિલ જલ્દી આવશે. આ સમયે સરકાર મજબૂત ર્નિણય લઇ રહી છે ત્યારે આવા મહત્વનો નિયમ ટૂંક સમયમાં રાજ્ય થશે. તેમને છત્તીસગઢની કોંગ્રેસ સરકાર પર ટાંકીને કહ્યું કે, રાજ્યનું નેતૃત્વ કેન્દ્રીય યોજનાઓને પણ લાગુ નથી કરી શકી છે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા લોકોની હત્યા અંગે તેમણે કહ્યું, “જે લોકો કલમ ૩૭૦ નાબૂદ થયા પછીની સ્થિતિ વિશે વાત કરે છે, તેઓ વર્તમાનની તુલના કલમ ૩૭૦ નાબૂદ થયા પહેલાના સમય કરી શકે છે. જ્યારે પણ ટાર્ગેટ કિલિંગ થાય તેની પાછળ ઘણા કારણો હોય છે, તેની પાછળ પાકિસ્તાન અને પાકિસ્તાન સમર્થિત શક્તિઓ હોય છે. તમે બસ ૨૪ કલાક રાહ જુઓ અને તમને ખબર પડી જશે કે હત્યારો ક્યાં હશે.
પટેલે કહ્યું, “હું કહીશ કે આતંકવાદીઓ તરફથી આ છેલ્લો પ્રયાસ છે. ભારત સરકાર, અમારી સેના, અર્ધલશ્કરી દળો અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સંપૂર્ણ સમર્પણ સાથે તેમની ફરજાે નિભાવી રહી છે, આતંકવાદીઓને જડમૂળથી જડમૂળથી ખતમ કરવામાં આવશે.” આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ રાજ્યમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે અહીં કેટલીક કેન્દ્રીય યોજનાઓનો લક્ષ્યાંક પૂરો થયો નથી.
પ્રહલાદ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અત્યાર સુધીમાં જલ જીવન મિશનના લક્ષ્યાંકના માત્ર ૨૩ ટકા જ હાંસલ કરી શકી છે, જ્યારે સમગ્ર દેશમાં સરેરાશ ૫૦ ટકાની નજીક છે. રાજ્યમાં પહેલાથી જ પાણીની મોટી સમસ્યા છે. તેવી જ રીતે, છત્તીસગઢ અત્યાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નથી.
આ પહેલા કાર્યક્રમમાં કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે તેમણે મોદી સરકારના આઠ વર્ષના કાર્યની ગણના કરી અને કહ્યું કે, ગરીબોની સેવા અને કલ્યાણ એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે.hs2kp