સરકાર તમામ યુનિવર્સિટીઓ માટે ટૂંક સમયમાં ગાઈડ લાઈન જારી કરશે
કોરોનાની સ્થિતિને અનુરૂપ પરીક્ષા-નવા સત્ર અંગે નિર્ણય લેવાશે
અમદાવાદ, યુજીસી દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓ માટે પરીક્ષા અને શૈક્ષણિક સત્ર ક્યારે શરૂ થશે તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હવે એકાદ-બે દિવસમાં જ રાજ્યનો શિક્ષણ વિભાગ ચર્ચા-વિચારણા કરીને પરિક્ષાનો કાર્યકરમ, શૈક્ષણીક સત્ર સહિતની બાબતો અંગે ગુજરાતની કોરોનાની પરિÂસ્થતિને અનુરૂપ ગાઈડલાઈન જારી કરશે.
યુજીસી રચિન કમિટીએ સપ્ટેમ્બર માસથી નવા શૈક્ષણિક સત્રની જાહેરાત કરી છે. જૂના વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ માસથી સત્ર શરૂ થશે. તમામ તારીખો જાહેર કર્યા બાદ અંગે કમિટીએ જે કંઈ નિર્ણય લેવામાં આવે તેમાં યુનિવર્સિટીઓને તેમના એક્ટ, સ્ટેચ્યુટ, પ્રમાણે અને વિદ્યાર્થી તથા શિક્ષણના વ્યાપક હિતમાં નિર્ણય લેવા ભલામણ કરી છે. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ પૈકી કોઈ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે નહીં. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અમે એકાદ-બે દિવસમાં જ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ કરવાના છીએ. તેમાં પરીક્ષા, શૈક્ષણિક સત્ર સહિતની બાબતો અંગે ગાઈડલાઈન જારી કરવામાં આવજશે. તે મુજબ શિક્ષણ સંસ્થાઓએ પાલન કરવાનું રહેશે. પરીક્ષા ન લઈ શકાય.
પ્રમોશન વગેરે સહિતના નિર્ણયો માટે દરેક યુનિ.માં જુદા નિયમોહોય છે. દરેક યુનિવર્સિટીને એક પ્લેટફોર્મ પર લાદીને એક જ સમયપત્રક અમલી બનાવવા માટે જ યુજીસીને કમિટી રચવાની જરૂર પડી હતી. ભવિષ્યમાં કોઈ કાનૂની પડકાર પણ ઉભો ન થાય અને યુજીસી રચિત કમિટીની ભલામણોને આધારે નિર્ણય લીધો તેમ પણ કહી શકાય તે હેતુથી કમિટી રચાઈ અને તેની ભલામણોને આધારે ટૂંક સમયમાં પરીક્ષા અને શૈક્ષણિક સત્રનો કાર્યક્રમ જાહેર થશે.