સરકાર દ્વારા ઘઉંની ખરીદીનો આંકડો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધી ગયો
કોવિડ-19 વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે અનેક અવરોધો વચ્ચે પણ 24.05.2020ના રોજ સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ખરીદી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધી ગઇ છે.
ગત વર્ષે 341.31 લાખ મેટ્રિક ટનની સરખામણીએ આ વર્ષે 24 મે સુધીમાં 341.56 લાખ મેટ્રિક ટન ઘઉં સરકારી એજન્સીઓએ ખરીદ્યા છે. દર વર્ષે ઘઉંની લણણી સામાન્યપણે માર્ચના અંતમાં શરૂ થાય છે અને તેની ખરીદી એપ્રિલના પહેલા અઠવાડિયાથી શરૂ થાય છે. જોકે, આ વર્ષે 24.03.2020ની મધ્યરાત્રિથી દેશભરમાં લૉકડાઉનનો અમલ થતા તમામ કામગીરીઓ હજુ સુધી પણ સ્થગિત છે.
ત્યારબાદ પાક તૈયાર થઇ ગયો હતો અને લણણી માટે તૈયાર હતો, માટે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે લૉકડાઉન દરમિયાન કૃષિ અને સંબંધિત ક્ષેત્રેને પ્રતિબંધોમાંથી ધીમે ધીમે રાહત આપવાનું શરૂ કર્યું અને મોટાભાગના ખરીદીના રાજ્યોમાં 15.04.2020થી ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી. હરિયાણામાં સહેજ મોડેથી એટલે કે, 20.04.2020થી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.