સરકાર પેટ્રોલ ડીઝલ પર એકસાઇઝ ડયુટી,સેસથી મોટી રકમ કમાય છે
નવીદિલ્હી: સરકારી તેલ કંપનીઓ તરફથી આજે ૧૭માં દિવસે પણ પેટ્રોલ ડીઝલની કીમતોમાં કોઇ રીતનું પરિવર્તન આવ્યું નથી ત્યારે સરકારે લોકસભામાં કહ્યું કે પેટ્રોલ પર એકસાઇઝ ડયુટી સેસ અને સરચાર્જથી મોટી કમાણી થાય છે. સરકારે એ સ્વીકાર કર્યું કે છ મે ૨૦૨૦ બાદથી એક લીટર પેટ્રોલથી ૩૩ રૂપિયાનો વધારો થઇ રહ્યો છે જયારે એક ડીઝલથી સરકારને ૩૨ રૂપિયાની કમાણી થઇ રહી છે જયારે માર્ચ ૨૦૨૦થી પાંચ મે ૨૦૨૦ની વચ્ચે તેની આ આવક અનુક્રમે ૨૩ રૂપિયા અને ૧૯ રૂપિયા પ્રતિ લીટર હતી.
એક જાન્યુઆરી ૨૦૨૦થી ૧૩ માર્ચ ૨૦૨૦ સુધી એક લીટર પેટ્રોલ અને ડીઝલને અનુક્રમે ૨૦ રૂપિયા અને ૧૬ રૂપિયા મળ્યા એટલે કે એક જાન્યુઆરી ૨૦૨૦ની સરખામણી કરીએ તો સરકારની આવક પ્રતિ લીટર પેટ્રોલથી ૧૩ રૂપિયા અને ડીઝલથી ૧૬ રૂપિયા વધ્યા છે.
કેન્દ્રીય નાણાં રાજયમંત્રી અનુરાગ સિંહે આ સંદર્ભમાં કહ્યું કે અન્ય દેશોની સરખામણીમાં દેશમાં બળતણની વધુ અને ઓછી કીમતોના અનેક કારણ છે
જેમ કે ટેકસ પ્રણાલી સબસીડી વગેરે આ પહેલા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ મુદ્દા પર કેન્દ્ર સરકાર અને રાજય સરકારોએ બેઠક કરી વાત કરવી જાેઇએ કારણ કે તેલ પર બંન્ને સરકારો દ્વારા ટેકસ વસુલવામાં આવે છે. કેન્દ્રનો ૪૧ ટકા હિસ્સો રાજયો પાસે જાય છે.