સરકાર પ્રદુષણ નિયંત્રણ માટે કાનુન લાવશે, લોકુર સમિતિ પર હાલ રોક
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરની આસપાસ પરાલી સળગાવવા પર દેખરેખ અને તેનો સામનો કરવા માટે ઉઠાવવામાં આવેલ પગલાના સમન્વય માટે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજ મદન બી લોકુરની નિયુક્તિ પર રોક લગાવી દીધી છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વિનંતી પર પોતાના ૧૬ ઓકટોબરના નિર્ણય પર રોક લગાવી દીધી છે.
સીજેઆઇ એસ એ બોબડે ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને ન્યાયમૂર્તિ વી રામસુબ્રમણ્યનની બેંચે કેન્દ્ર દ્વારા વાયુ પ્રદુષણનો સામનો કરવા માટે વ્યાપક કાનુન લાવવાના આશ્વાસનને કારણે આ નિર્ણય લીધો છે બેંચે કહ્યું કે પ્રદુષણના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી છે આ એક મોટો મુદ્દો છે જેનો હલ તાકિદે થવો જોઇએ અને વાયુ પ્રદુષણ પર અંકુશ લગાવવો જાેઇએ આ પહેલા ૧૬ ઓકટોબરે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે એનસીસી એનએસએસ સ્કાઉટ ગાઇડના સભ્યોને પરાલી સળગાવવાની દેખરેખમાં સહયોગ માટે તહેનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેંચે કહ્યું કે તે ફકત એટલું ઇચ્છે છે કે દિલ્હી એનસીઆરના લોકો કોઇ પણ મુશ્કેલી વગર સ્વચ્છ હવામાં શ્વાસ લે બેંચે જયારે આ મામલે પ્રદુષણથી જાેડાયેલ અન્ય લંબિત મામલાની સાથે ૨૯ ઓકટોબરે સુનાવણી કરશે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેંચને કહ્યું કે કેન્દ્ર સરકાર આ મામલામાં ગંભીરતાથી વિચાર કરી રહી છે તેમણે કહ્યું કે પ્રદુષણને રોકવા માટે કાનુનનો મુસદ્દાને ચાર દિવસની અંદર અદાલતમાં રજુ કરવામાં આવશે તેના માટે ગત આદેશ પર હાલ રોક લગાવવામાં આવે તેમણે કહ્યું કે પ્રદુષણ પર નિયંત્રણ માટે યુધ્ધ સ્તર પર કામ કરવાની જરૂરત છે.
અરજીકર્તાના વકીલ વિકાસ સિંહની બેચે કહ્યું કે કાનુન આવવામાં એક વર્ષ લાગશે તેના માટે આગામી વર્ષ સુધી રાહ જાેવી પડશે તેના પર મહેતાએ જવાબ આપ્યો કે આ સરકાર તાકિદે નિર્ણય લે છે અને કામ પુરૂ કરે છે. બેંચે તેના પર કહ્યું કે જેમ કે સોલિસિયર જનરલે કહ્યું છે જાે સરકાર કાનુન બનાવી રહી છે તો આ સંદર્ભમાં અમારે આદેશ પસાર કરવાની જરૂર નથી પૂર્વમાં જે આદેશ આપ્યા હતાં તેને લાગુ કરવાની કોઇ આવશ્યકતા નથી બેંચે કહ્યું કે અમને ખબર નથી કે કમિટિ શું કરશે કે સરકાર આ મામલામાં શું કરી રહી છે.HS