સરકાર બિલ પાછા લઇ લે નહીંતર અમે ગાદી વાપસીની વાત કરીશું: રાકેશ ટિકૈતનો હુંકાર
જીંદ, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ જારી પ્રદર્શનના સમર્થન માટે આજે અહીં મહાપંચાયત આયોજીત કરવામાં આવી હતી જેમાં ભારતીય કિસાન યુનિયન (ભાકિયુ) પ્રમુખ રાકેશ ટિકૈત પણ સામેલ થયા હતાં ટિકૈતે આ દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર મોટો હુમલો ક્યો તેમણે મહાપંચાયતમાં ભારે સંખ્યામાં એકત્રિત કિસાનોને સંબોધિત કરતા કેન્દ્ર સરકારને ચેતવણી આપી અને કહ્યું કે જાે બિલ પાછા લેવામાં નહીં આવે તો ગાદી વારસીની વાત કરીશું.
મહાપંચયાતમાં રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને પડકાર આપતા કહ્યું કે અમે હજુ સરકારથી બિલ પાછા લેવાની વાત કરીએ છીએ જાે અમે ગાદી વાપસીની વાત કરી દીધી તો સરકારનું શું થશે તેમણે સરકારે બેબાક અંદાજમાં પડકાર આપતા કહ્યું કે હજુ પણ સમય છે સરકાર સમજી જાય તેમણે કહ્યું કે સરકારની પાસે ઓકટોબર સુધીનો સમય છે જાે સરકાર આ દરમિયાન બિલ પાછા નહીં લે તો ૪૦ લાખ ટ્રેકટરોથી કિસાન દિલ્હી માર્ચ કરશે આ દરમિયાન કિસાનોએ આ વખતે ૬ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન જાહેર કરી દીધુ છે.
રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારની ચેતવણી આપતા કહ્યું કે જાે કેન્દ્ર સરકારે તેમની મુખ્ય માંગણીઓનો સ્વીકાર કરશે નહીં તો તે આ વખતે ૪૦ લાખ ટ્રેકટરોની રેલી કાઢશે તેમણે કહ્યું હતું કે અમારૂ સુત્ર છે કાનુન વાપસી નહીં તો ઘર વાપસી નહીં આ આંદોલન તાકિદે સમાપ્ત થશે નહીં પરંતુ ઓકટોબર સુધી ચાલશે.
તેમણે કહ્યું કે સરકારે માર્ગો પર કિલા લગાવ્યા છે કાટાળી તાર લગાવી ઉપરાંત સડક માર્ગને બંધ કરી દીધા સીમેન્ટની બેરિયલ લગાવી ભાજપ સમર્થિત લોકોથી પ્રદર્શન અને હુમલો કરવો અને ઇટરનેટ બંધ કરી દેવામાં આવ્યા છે કિસાન આંદોલનને કચડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે પોલીસ પ્રશાસન દ્વારા પરેશાની બંધ કરાશે નહીં અને ધરપકડ કરવામાં આવેલા કિસાનોની મુક્તિ થશે નહીં ત્યાં સુધી સરકારથી નવા કૃષિ કાનુનો પર કોઇ વાતચીત થશે નહીં કિસાન નેતાએ વિરોધ પક્ષના અનેક નેતાઓની મુલાકાત અંગે કર્યું કે જાે અમારા સમર્થનમાં વિપક્ષ આવી રહ્યું છે તો કોઇ સમસ્યા નથી પરંતુ તેનું રાજનીતિકરણ થવું જાેઇએ નહીં જાે નેતા આવી છે તો અમે કંઇ કરી શકીએ નહી તેમણે કહ્યું કે ૨૬ જાન્યુઆરીએ થયેલ હિંસામાં નવયુવાનોને ઉશ્કેરવામાં આવ્યા હતાં તેમને લાલ કિસાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો કે પંજાબની કોમ બદમાન થાય કિસાન કોમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા તેમણે કહ્યું કે તમે સરપંચને વચ્ચે બદલતા નથી અમે આંદોલનની વચ્ચે નેતૃત્વ નહીં બદલીયે તેમણે કહ્યું કે સમિતિ ભવિષ્યમાં કાર્યવાહીની બાબતે નિર્ણય લેશે.
તેમણે કહ્યું કે જયારે જયારે રાજા ડરે છે ત્યારે કિલાબંધી કરે છે તેમણે કહ્યું કે કિલા તો લાલ કિલા પર પણ લગાવવામાં આવ્યા હતાં તેમણે કહ્યું કે એવું આંદોલન કરીશું જેથી ૪૦૦ વર્ષ સુધી લોકો યાદ રાખશે.
રાકેશ ટિકૈતની હાજપીમાં આયોજીત મહાપંચાયતમાં કૃષિ કાનુન વાપસી સહિત પાંચ પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા છે જેમાં પહેલા તો કૃષિ કાનુનોની વાપસી,બીજાે સ્વામીનાથન કમિટિનો રિપોર્ટ લાગુ કરવાની માંગ આ ઉપરાંત ગુમ થયેલ કિસાનોની માહિતી લગાવવી અને કિસાનોના પર દાખલ કેસ પાછા લેવાની માંગ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કિસાનોએ એમએસપી પર કાનુન બનાવવાની માંગ કરી.
એ યાદ રહે કે રાકેશ ટિકૈત કિસાનો જયારે સંબોધિત રહ્યાં હતાં તે સમયે મંચ તુટી પડયો હતો અને તેઓ નીચે પડી ગયા હતાં.કહેવાય છે કે મંચ પર ક્ષમતા કરતા વધુ લોકો બેઠા હતાં જાે કે આ ધટનાથી કોઇને ઇજા થવાની માહિતી મળી નથી જાે કે ટિકૈતે કહ્યું કે મંચ તુટવો એક સૌભાગ્યની વાત છે.
મંચ પરથી પડવાની વીડિયો સોશલ મીડિયામાં તેજીથી વાયરલ થઇ હતી જેમાં લોકોની પ્રતિક્રિયા પણ તેજીથી આવવા લાગી હતી મંચ પર અનેક કિસાન નેતા બેઠા હતાં મહાપંચાયત જીદના કંડેલા ગામમાં આયોજી કરવામાં આવી હતી જેમાં અનેક ખાપ નેતાઓએ પણ ભાગ લીધો હતો તેનું આયોજન ટેકરામ કંડેલાના નેતૃત્વમાં સર્વ જાતીય કંડેલા ખાપે કર્યું હતું. મોટી સંખ્યામાં કિસાનો સામેલ થયા હતાં અને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.HS