સરકાર યુવતીના લગ્નની ઉંમરમાં ફેરફાર કરી શકે છે

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર છોકરીઓની લગ્નની ઉંમરમાં બદલાવ કરવાના સંકેત આપ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે છોકરીઓની લઘુત્તમ લગ્નની ઉંમર વધારીને ૨૧ વર્ષ કરવામાં આવી શકે છે. જેનાથી છોકરીઓના જીવનમાં ઘણાં બદલાવ આવી શકે છે. પરંતુ સવાલ એ છે કે આખરે સરકાર દીકરીઓની લઘુત્તમ લગ્નની ઉંમરમાં બદલાવ કરવા માગે છે ? છોકરીઓની લઘુત્તમ ઉંમરમાં બદલાવ પાછળનો ઉદ્દેશ્ય માતૃ મૃત્યુદરમાં ઘટાડો કરવાનો મનાય છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકારની આ કવાયત પાછળ સુપ્રીમ કોર્ટનો ર્નિણય પણ હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વૈવાહિક બળાત્કારથી દીકરીઓને બચાવવા માટે બાળ વિવાહ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે.
સુપ્રીમ કોર્ટે વિવાહ માટે લઘુત્તમ ઉંમર વિશે ર્નિણય લેવા અંગેનો ર્નિણય સરકાર પર છોડ્યો હતો. એક અધિકારી મુજબ લગ્ન માટે છોકરી અને છોકરાની લઘુત્તમ ઉંમર એક સમાન હોવી જોઈએ. ભારતમાં ૫ વર્ષમાં ૩.૭૬ કરોડ છોકરીઓના લગ્ન થયા. જેમાંથી ૨.૫૫ કરોડ ગ્રામ્ય વિસ્તાર અને ૧.૨૧ કરોડ શહેરી વિસ્તારમાં થયા. જેમાંથી ૧.૦૬ કરોડ ગ્રામ્ય અને ૨૧ લાખ શહેરી છોકરીઓની ઉંમર ૧૮-૧૯ વર્ષ હતી.
જ્યારે ૪૯ લાખ ગ્રામ્ય અને ૨૬ લાખ શહેરમાં ૨૦-૨૧ વર્ષની ઉંમરની છોકરીઓના લગ્ન કરાયા. ગ્રામીણ મહિલાઓની વાત કરીએ તો ૫ વર્ષમાં ૬૧% ગ્રામ્ય વિસ્તારમાં રહેતી છોકરીઓએ ૧૮-૨૧ વર્ષ વચ્ચે લગ્ન કર્યા. સાઉદી અરબ, યમન અને જિબૂતીમાં છોકરીઓની લગ્ન માટે કોઈ લઘુત્તમ ઉંમર નક્કી નથી કરાઈ. ઈરાનમાં ૧૩ વર્ષ, લેબનનમાં ૯ વર્ષ અને સુડાનમાં યુવાવસ્થાની શરુઆત છોકરીઓની લગ્નની લઘુત્તમ ઉંમર છે. જ્યારે ચાડ અને કુવૈતમાં ૧૫ વર્ષની ઉંમરમાં છોકરીઓ લગ્ન કરી શકે છે. અફઘાનિસ્તાન, બહરીન, પાકિસ્તાન, કતર અને યુકે સહિત દુનિયાના સાત દેશોમાં છોકરીઓની લગ્નની લઘુત્તમ ઉંમર ૧૬ છે.SSS