સરકાર લાભનું ખાનગીકરણ અને નુકસાનનું રાષ્ટ્રીકરણ કરે છે : રાહુલ
નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેક સરકારી બેંકોના કર્મચારીઓની હડતાળને લઇ સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે જાહેર ક્ષેત્રની બેંકોને સાંઠગાંઠવાળા મુડીપતિઓ (ક્રોની)ના હાથોમાં વેચવી દેશની નાંણાંકીય સુરક્ષા સાથે સમજૂતિ હશે તેમણે હડતાળ કરનારા બેંક કર્મચારીઓને સમર્થન આપતા એ દાવો પણ કર્યો કે સરકાર લાભનું ખાનગીકરણ અને નુકસાનનું રાષ્ટ્રીયકરણ કરી રહી છે.
કોંગ્રસ નેતાએ ટ્વીટ કર્યું કે કેન્દ્ર સરકાર લાભનું ખાનગીકરણ અને નુકસાનનું રાષ્ટ્રીયકરણ કરી રહી છે જાહેર ક્ષેત્રોની બેંકોને ક્રોનીના હાથમાં વેચવી ભારતની નાણાંકીય સુરક્ષાની સાથે સમજુતી હશે એ યાદ રહે કે જાહેર ક્ષેત્રની બે વધુ બેંકોના ખાનગીકરણના પ્રસ્તાવના વિરોધમાં સરકારી બેંકોની હડતાળના કારણે બેંકીગ કામકાજ પ્રભાવિત થયું હતું
હડતાળને કારણે જાહેર ક્ષેત્રની બેંકોમાં રોકડ,જમા ચેક સમાશોધન અને કારોબારી દેવડદેવડ ઠપ્પ થઇ ગઇ હતી. નવ યુનિયનોના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ યુએફબીયૂએ બે દિવસ ૧૫ અને ૧૬ માર્ચે હડતાળનું એલાન આપ્યું હતું યુનિયનનો દાવો છે કે લગભગ ૧૦ લાખ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં સામેલ થયા હતાં અને અને જાહેર ક્ષેત્રની બે અન્ય બેંકોના ખાનગીકરણ સહિતના અનેક મુદ્દા પર કર્મચારીઓએ ધરણા પ્રદર્શન દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે જાે માંગણીનો સ્વીકાર થશે નહીં તો આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે સરકારે ખાનગીકરણ બંધ કરવું જાેઇએ