સરકાર લાવી રહી છે નવો નિયમ : આધાર વગર નહીં ખરીદી શકો સોનું-ચાંદી
મની લૉન્ડ્રિંગ અને કાળા નાણા પર લગામ લગાવવા માટે સરકાર ટૂંક સમયમાં સોના-ચાંદીની ખરીદી પર પાન અને આધાર નંબર ફરજિયાત કરવા જઈ રહી છે. આ સંબંધિત નાણા મંત્રાલયે પ્રસ્તાવ પણ તૈયાર કરી લીધો છે. નાણા મંત્રાલય અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. જેમાં આધાર અને અન્ય આઈડી પ્રુફ પણ સામેલ કરવામાં આવી શકે છે.
નવેમ્બર 2019માં નોટબંધી અને જૂલાઈ 2017માં જીએસટી લાગુ કર્યા બાદ સરકારે તમામ નાણાકીય ગતિવિધિઓ પર બાજ નજર રાખવાનું શરૂ કરી દીધું છે. તેમ છતાં પણ હજુ સરકાર વધું મજબૂતાઈ સાથે આર્થિક લેવડ દેવડ વાળા વ્યવહારો પર ધ્યાન રાખી રહી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે.જૂલાઈ 2019માં રજૂ કરેલા બજેટમાં સોના-ચાંદી પર આયાતી કિમત 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધું છે. જેનો જ્વેલર્સોએ વિરોધ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે, સોના-ચાંદીની તસ્કરી વધી ગઈ.
બ્લેક મની અને મની લોન્ડ્રીંગ પર લગામ લગાવવા માટે સરકાર ઓગસ્ટ 2017માં 50 હજાર રૂપિયાથી વધારેના જ્વેલર્સ ખરીદીને પીએમએલએ એક્ટ અંતર્ગત લાવ્યા હતા. પણ ટેકનિકલ કારણોએ તેને ખતમ કરી નાખ્યો. હાલના સમયમાં બે લાખથી વધુના સોના-ચાંદીની ખરીદી પર પાન નંબર અનિવાર્ય છે. જો કે, જ્વેલર્સ લાંબા સમય સુધી આ મર્યાદાનો વિરોધ કરી રહ્યા છે. જ્વેલર્સોનું કહેવું છે કે, આ મર્યાદા વધારી પાંચ લાખ કરવામાં આવે.
સરકાર જે આ નવા નિયમ લાવી રહી છે, તેનાથી સામાન્ય લોકોને તકલીફ થશે. ભારત એક પરંપરાનો દેશનો છે અહીં દિકરીના લગ્નમાં 2 લાખ સુધીની જ્વેલરી આપવામાં આવે છે. જો આ નિયમ બનશે તો સામાન્ય લોકોને પોતાનો આધાર નંબર આપવો પડશે.