Western Times News

Gujarati News

સરકાર વધુ એક રાહત પેકેજમાં શું આપશે તેના પર દેશની નજર

ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશક એસ. ગુરૂમૂર્તિએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી વાપસીની આશા વ્યક્ત કરી
કલકત્તા,  લોકડાઉન બાદ મંદ પડી ચૂકેલી અર્થવ્યવસ્થાની ગતિને તેજ કરવા માટે કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. દેશની આર્થિક ગતિને પાટા પર લાવવા માટે જલદી જ કેન્દ્ર સરકાર એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. સરકાર ગમે તે રીતે અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની યોજનાઓ બનાવી રહી છે. ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશક એસ. ગુરૂમૂર્તિએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ‘કોવિડ સંકટ બાદ’ સપ્ટેમબરમાં અંતિમ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

ગુરૂમૂર્તિએ ભારત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક વેબિનારમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૨૦ લાખ કરોડથી વધુના પેકેજને વચગાળાનો ઉપાય ગણવામાં આવે છે. આરએસએસ વિચારકએ કહ્યું કે ‘અંતિમ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કોવિડ સંકટ બાદ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં થવાની આશા છે. તેમણે કહ્યું કે ‘યુરોપીય દેશ અને અમેરિકન નુકસાનને ભરવા માટે મુદ્વાનું છાપકામ કરી રહ્યા છે.

જ્યારે ભારત માટે એવી કોઈ સંભાવના નથી. ગુરૂમૂર્તિએ કહ્યું કેન્દ્રીય બેન્કે અત્યાર સુધી નુકસાન મુદ્રીકરણના વિકલ્પ પર કોઈ વિચાર કર્યો નથી. નુકસાનાનના મુદ્રીકરણ હેઠળ કેન્દ્રીય બેન્ક સરકારની ખર્ચ જરૂરિયાતોને પૂરી કરવા માટે સરકારી બોન્ડ ખરીદવાના છે અને બદલામાં પોતાની નિધિ અથવા નવી નોટ છાપીને ધનરાશિ આપે છે. તેમણે કહ્યું કે ભારત ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

સરકારે એક એપ્રિલથી ૧૫ મે સુધી જન-ધન બેન્ક એકાઉન્ટમાં ૧૬,૦૦૦ કરોડ જમા કરાવ્યા છે. તેમણે કહ્યું કે આશ્વર્યની વાત એ છે કે, તે ખાતાઓમાંથી ઘણા પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. તેનાથી ખબર પડે છે કે સંકટનું સ્તર એટલું વધુ નથી. તેમણે કહ્યું કે કોવિડ સંકટ બાદ યુગમાં દુનિયા ‘બહુપક્ષીયાવાદ થી દ્વિપક્ષીયવાદ’માં બદલાઈ જશે અને ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી વાપસી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.