સરકાર વિરોધીઓને ફરાર થતા રોકવા માટે ચીન મ્યાનમાર સરહદે 2000 કિમી લાંબી દીવાલ બનાવે છે
બેઈજિંગ, ચીન દ્વારા મ્યાનમાર સરહદે કાંટાળા તારની 2000 કિમી લાંબી દિવાલ બનાવવાનુ શરુ કરાતા સ્થાનિક લોકોમાં ગભરાટ અને આશંકાના માહોલ છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીન આ દીવાલ બનાવવા પાછળ મ્યાનમારમાંથી ચીનમાં થતી ઘૂસણખોરી રોકવાનુ આપી રહ્યુ છે પણ એક અટકળ એવી છે કે, આ દીવાલ બનાવવા પાછળનો હેતુ ચીનમાંથી સરકાર વિરોધી તત્વોને ફરાર થતા રોકવાનો છે.
ચીન દ્વારા કેટલીક જગ્યાએ તો દીવાલ બનાવવાના નામે મ્યાનમારની બોર્ડરમાં ઘૂસણખોરી કરવામાં આવી રહી છે.મ્યાનમાર સેનાએ આ બાબતનો વિરોધ પણ કર્યો છે.જોકે ચીને આ વિરોધને ગણકાર્યો નથી.ચીની સેનાને મ્યાનમાર દ્વારા આ અંગે આપત્તિ વ્યક્ત કરતો પત્ર પણ લખવામાં આવ્યો છે.આ દીવાલના વિરોધ માટે મ્યાનમારે 1961માં ચીન સાથે થયેલી સંધીને આગળ ધરી છે.જેમાં કહેવાયુ છે કે, બંને દેશો પોતાની બોર્ડરના 10 મીટરની અંદર કોઈ પણ પ્રકારનુ બાંધકામ નહીં કરી શકે.
ચીને પહેલા તબક્કામાં 650 કિમીના કાંટાળી વાડ બનાવવાનુ કામ પુરુ કરી લીધુ છે.જેમાં વીજળીનો કરંટ દોડશે અને સેન્સર પણ લગાવાશે.નિષ્ણાતોનુ કહેવુ છે કે, ચીનના અસંતુષ્ટો માટે હવે મ્યાનમાર કે વિયેતનામમાં જવુ સરળ નહીં રહે.