સરકાર વેક્સિનની આડઅસરથી કેટલા મૃત્યુ થયાનું જાહેર કરશે?
ગુજરાત હાઇકોર્ટ અને ભારત ની સુપ્રીમકોર્ટ સરકારે નક્કી કરેલી કંપનીની વેક્સિન લેવાની ફરજ પાડી શકશે?
સરકાર કે મ્યુ.કોર્પોરેશન વેક્સિન નો ટાર્ગેટ પૂરો કરવા પોતાના કર્મચારીઓ ને જવાબદારી માથી મુક્ત કરી રહેણાક સોસાયટી ના ચેરમેન, સેક્રેટરી ને કોવિડ કો-ઓર્ડિનેટર તરીકે જવાબદારી કઈ રીતે સોપી શકે?!
ગુજરાત હાઇકોર્ટ અને દેશની સુપ્રીમ કોર્ટે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને જીવનના મૂળભૂત અધિકારના સંદર્ભે કથિત વેક્સિન ડીપ્લોમસી ની સમીક્ષા બંધારણના પરિપેક્ષમાં કરવાનો સમય આવ્યો છે?!
ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી જેએસ ચેહર ના નેતૃત્વ હેઠળ નવ ન્યાયાધીશો વ્યક્તિ સ્વતંત્ર નો મૂળભૂત અધિકાર એ વ્યક્તિગત ગુપ્તાના અધિકારનો ભાગ જણાવી ચુકાદો આપેલ છે ત્યારે કોઈ નાગરિકને કોઈ વ્યક્તિને ભારતીય વેક્સિન લેવાની ફરજ પાડી શકાય ખરી? કેટલાક ખાસ કિસ્સામાં રસી લીધા ના ૨૪ કલાકમાં કેટલાક વ્યક્તિઓ ને આડઅસર થયા ના આક્ષેપ થયા છે
એટલૂ જ નહીં ઓઢવ માં રહેતા સોનિયાબેન ચૌહાણ ને વેક્સિન લીધા બાદ તેને ઉલ્ટી તાવ આવતા તબિયત લથડતા શારદાબેન હોસ્પિટલ માં લઈ ગયા બાદ ૨૪ કલાક બાદ હાર્ટ એટેકથી મૃત્યુ થવાની ફરિયાદ નાગરિકોમાં થી ઉઠી હોય ત્યારે વ્યક્તિનું સંપૂર્ણ તબીબી શારીરિક પરીક્ષણ કર્યા વગર કોઈપણ વ્યક્તિને વેક્સિન લેવાની ફરજ પાડી શકાય ખરી? કોઈ વ્યક્તિને ફાઇઝર રસી લેવી હોય અને અમેરિકાથી આયાત કરી મંગાવી લેવી હોય અથવા સ્પૂતનિક વેક્સિન લેવી હોય તો તેમને ભારતીય રસી લેવાની ફરજ પાડી શકાય ખરી?
અત્રે એ નોંધનીય છે કે ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી જે ચેલમેશ્વરના એક ચુકાદામાં નોંધ્યું છે કે ‘‘કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવા ન માંગતી હોય અને તેનો ગર્ભપાત કરાવી દેવા માગતી હોય તો તે મૌલિક અધિકાર છે’’!! આજે ભારતમાં એલોપેથીક ઉપરાંત આયુર્વેદિક હોમિયોપેથીક જેવી તબીબી સારવાર ઉપલબ્ધ છે અને બે લહેર છતાં અનેક લોકો આયુર્વેદિક ઉપચારથી કોરોનાથી બચી ગયા હોય ત્યારે તેમને જે દવા અને જે સારવાર પદ્ધતિ પર વિશ્વાસ હોય તેના વિરુદ્ધ એલોપથી દવા અને સારવાર કરવાની ફરજ પાડવી એ શું નાગરિકોના મૌલિક અધિકારનો ભંગ નથી?
એવા સવાલો કાયદા વેદોમાંથી ઉઠી રહ્યા હોય ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ તેમજ ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન વી રમના જેવા મહાન ન્યાયાધીશોએ લોકોના મૌલિક અધિકારનો ભંગ ન થાય અને વેક્સિન સંપૂર્ણ કથિત રૂપે સંપૂર્ણ સુરક્ષિત હોય તો પણ કોઈ વ્યક્તિને વેક્સિન લેવાની ફરજ પાડતા તેના શારીરિક બાંધા ના સંદર્ભે એ વેક્સિન માફક ના આવી ને વ્યક્તિનું મૃત્યુ થાય તો શું તેને માટે કોણ જવાબદાર?
શું વેક્સિન લેવડાવીને કહેવાથી સુરક્ષા ઊભી કરવામાં કોઈને મૃત્યુના મુખમાં ધકેલી શકાય ખરો? આવા અનેક સવાલો વકીલોમાં ટોક ઓફ ધ બાર નો મુદ્દો બન્યો છે ત્યારે સર્વોપરી ન્યાયતંત્ર શું તારણ કાઢે છે એ આખરે મહત્ત્વનું બની રહેશે એવું સમજાય છે!
બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે “‘‘મહાન ચીજાે સરળ હોય છે એક શબ્દમાં પણ વર્ણવી શકાય એવી તો ઘણી ચીજ છે જેમ કે સ્વતંત્રતા; ન્યાય; સન્માન; કર્તવ્ય; દયા; અને આશા;’’!! જ્યારે બ્રિટિશ રાજકીય ચિંતક હેરલ્ડ લેસ્કીએ કહ્યું છે કે ‘‘સર્વોપરી ન્યાયતંત્રે એ ધારા સભા નું બીજું ગૃહ છે!!
જે કાયદા નું મૂલ્યાંકન કરતા બંધારણીય અર્થઘટન કરતા નવા જ કાયદા ની રચના કરે છે અને ન્યાયતંત્રની નાની ચૂક એ માનવીના જીવવાના અધિકારોને છીનવી શકે છે દેશને આર્ત્મનિભર બનાવવા માટે દેશના સરકારી કર્મચારીઓને તેનો ઉત્તર દાયિત્વ સમજાવવાને બદલે કોરોના મહામારી ની જવાબદારી વિના વળતરે લોકો પર ઠોકી બેસાડવાનું કામ હવે સત્તાતંત્ર કરી રહ્યું છે!
કોઈપણ વ્યક્તિનું શારીરિક પરીક્ષણ કર્યા વગર લોકોને વેક્સિન લેવાની ફરજ પાડતા જાે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેવી એક વ્યક્તિનો જાન લેવાનો કોઈ ને અધિકાર ખરો? તાજેતર માં ગુજરાત સરકારના એક અધિકારી એ પોતાને એલોપેથીક માં વિશ્વાસ નથી અને આયુર્વેદિક દવામાં વિશ્વાસ હોય તેને વેક્સિન લેવાની ફરજ પાડી શકાય નહીં તેવો મુદ્દો ઉપસ્થિત કરી ને હાઇકોર્ટ માં રજૂઆત કરતાં સમગ્ર વકીલ આલમમાં આ મુદ્દો બન્યો છે ટોક ઓફ ધ બાર બન્યો છે