Western Times News

Gujarati News

સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છેઃ માયાવતીના આરોપો

માયાવતીના જન્મદિવસ ઉપર કાર્યકરો દ્વારા ૬૪ કિલોની મહાકાય કેક કાપવામાં આવીઃ સીએએનો ફરીવાર વિરોધ
લખનૌ,  બહુજન સમાજ પાર્ટીના વડા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના જન્મ દિવસની આજે દર વર્ષની જેમ જ ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મદિવસે કાર્યકરોએ ૬૪ કિલોની મહાકાય કેક કાપીને ઉજવણી કરી હતી. દર વર્ષે માયાવતીના જન્મ દિવસની ઉજવણી જારદારરીતે કરવામાં આવે છે. આ વખતે ૬૪માં જન્મદિવસને ખાસરીતે મનાવવા માટે લખનૌમાં ખાસરીતે તૈયારી કરવામાં આવી હતી.

બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ ૬૪ કિલોગ્રામની કેક કાપીને ઉજવણી કરી હતી. કલરફુલ કેકની ચારેબાજુ ચર્ચા જાવા મળી હતી. આ પહેલા પોતાના ૬૪માં જન્મદિવસે માયાવતીએ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ નાગરિક સુધારા કાનૂનનો વિરોધ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ સરકાર હવે કોંગ્રેસના પગલે ચાલીને સત્તાનો દુરુપયોગ કરી રહી છે. બહુજન સમાજ પાર્ટીના વડાએ એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોંગ્રેસના રસ્તા પર આગળ વધીને આડેધડ નિર્ણયો કરી રહી છે. રાજકીય અને વ્યÂક્તગત ફાયદા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

સરકારની ખોટી નીતિના કારણે દેશને કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આજે દેશની આશરે ૧૩૦ કરોડ પ્રજાની સામે દિનપ્રતિદિન નવી નવી સમસ્યાઓ આવી રહી છે જેના કારણે દેશમાં ચારેબાજુ ગરીબી અને બેરોજગારી જાવા મળે છે. દેશની અર્થવ્યવસ્થા મંદીની બિમાર હાલતમાં પહોંચી ચુકી છે. પ્રજા મુશ્કેલીમાં છે. આના માટે મુખ્ય કારણ કેન્દ્ર સરકારની ખોટી નીતિઓ રહેલી છે. આ પણ વાસ્તવિકતા છે કે, દેશની પ્રજાએ આવી ખરાબ હાલત પહેલા કોંગ્રેસના શાસનમાં નિહાળી હતી. હવે ફરી એકવાર આવી જ સ્થિતિ સર્જાઈ ગઈ છે.

માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બંને પર પ્રહારો કર્યા હતા. તાજેતરના વર્ષોમાં બહુજન સમાજ પાર્ટીની હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે. પાર્ટીનું પ્રભુત્વ ઉત્તરપ્રદેશમાં દિનપ્રતિદિન ખતમ થઇ રહ્યું છે. છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં માયાવતીએ કોઇ નોંધનીય દેખાવ કર્યો નથી. તેમની પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયો છે. છેલ્લી ચૂંટણીમાં માયાવતીએ કેન્દ્ર સરકારમાંથી મોદીને દૂર કરવા માટે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે મહાગઠબંધન બનાવી ચૂંટણી લડવાની નીતિ અપનાવી હતી પરંતુ આ નીતિ પણ ફ્લોપ રહી હતી. ભાજપને ઉત્તરપ્રદેશમાં કોઇ નુકસાન પહોંચાડવામાં માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ નિષ્ફળ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.