સરકાર સાથે વાતચીતની શરત પર કિસાનોએ ૧૫ દિવસ આંદોલન અટકાવ્યું
ચંડીગઢ, કેન્દ્રના વિવાદાસ્પદ કૃષિ કાનુનનો વિરોધ કરવા માટે પંજાબના કિસાનોએ રાજયભરમાં રેલ સુવિધાઓને રોકી રાખી હતી પરંતુ સોેમવાર રાતથી ટ્રેન (યાત્રી અને માલ બંન્ને)ની સેવાઓ ફરીથી શરૂ થવા જઇ રહી છે. આ જાહેરાત કિસાનોની યુનિયનો અને મુખ્યમંત્રી અમરિંદર સિંહની વચ્ચે એક બેઠક બાદ કરવામાં આવી છે.
કિસાનોના યુનિયનોનું કહેવુ છે કે તે ૧૫ દિવસની મુદ્ત માટે નાકાબંધીને હટાવશે પરંતુ આ ચેતવણી પણ આપી છે કે જાે આ મુદ્દા પર વાતચીત કરવા અને તેના મુદ્દાનો ઉકેલ કરવામાં સરકાર નિષ્ફળ રહી તો તેને ફરી લગાવી શકાય છે.
અમરિંદર સિંહે જાહેરાત કર્યા બાદ તરત જ ટ્વીટ કરતા કહ્યું કે તેમણે કિસાનોના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કેન્દ્રને રાજયમાં રેલ સેવાઓ ફરીથી શરૂ કરવાની વિનંતી કરી છે તેમણે એ પણ કહ્યું કે કિસાન યુનિયનોની સાથે એક ઉપયોગી બેઠક થઇ છે આ સંયુકત કરતા ખુશી થઇ રહી છે કે ૨૩ નવેમ્બરની રાતથી કિશન યુનિયનોએ ૧૫ દિવસ માટે રેલ નાકાબંધીને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. હું આ પગલાનું સ્વાગત કરૂ છું કારણ કે આ અમારી અર્થવ્યવસ્થાને સામાન્ય સ્થિતિ બહાલ કરશે હું કેન્દ્ર સરકારને વિનંતી કરૂ છું કે પંજાબમાં રેલ સેવાઓને ફરીથી શરૂ કરવામાં આવે
જયારે પંજાબના માહિતી અને જનસંપર્ક વિભાગે પણ આ માહિતી આપી છે કે કિસાન યુનિયનોએ આવતીકાલથી ૧૫ દિવસ માટે તમામ ટ્રેનોને ફરીથી શરૂ કરવાની મંજુરી આપી દીધી છે.
કિસાનોએ વાતચીતની શરત પર આ નિર્ણય લીધો છે.જો ૧૫ દિવસમાં વાતચીત ન થાય તો આંદોલન ફરી શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે.ટ્રેનો ચાલુ ન હોવાથી પંજાબને ભારે નુકસાન થઇ રહ્યું છે.HS