Western Times News

Gujarati News

સરકાર સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લગાવે

નવી દિલ્હી,કેન્દ્ર સરકારે (Central Government) મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 150મી જન્મજયંતી નિમિત્તે સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) પર બૅન લગાવવાની યોજના બનાવી છે. જોકે, સરકાર હાલમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લગાવે. હકીકતમાં સરકારની યોજના સિંગલ યૂઝ પ્લાસ્ટિકની 6 વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની હતી, પરંતુ અર્થવ્યવસ્થામાં પહેલાથી જ હયાત સુસ્તી અને કર્મચારીઓની છટણીની આશંકાને પગલે પ્લાસ્ટિક પર બૅન મૂકવામાં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.

રૉયટર્સે પોતાના રિપોર્ટમાં બે સરકારી અધિકારીઓના હવાલેથી જણાવ્યું કે સરકાર પ્લાસ્ટિક બેગ, કપ, પ્લેટ નાની બૉટલ, સ્ટ્રો જેવી અમુક વસ્તુઓ પર તાત્કાલિક રોક નથી લગાવી રહી. આના બદલામાં સરકાર લોકોને આ વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા માટે પ્રોત્સાહિત કરશે.

પર્યાવરણ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ચંદ્ર કિશોર મિશ્રાએ કહ્યુ કે સરકારે રાજ્યો માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે રાજ્યોને કહ્યું છે કે પ્લાસ્ટિકની આઇટમો દૂર કરવાનો રસ્તો બતાવે. પ્રથમ તબક્કામાં લોકોને પ્લાસ્ટિકની વસ્તુઓથી નુકસાન અંગે સમજાવવામાં આવશે. લોકો જાગૃત થશે તો આપોઆપ પ્લાસ્ટિકનો ઉપયોગ છોડી દેશે. જે બાદમાં બીજા તબક્કામાં તેના વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જ્યાસે ‘સ્વચ્છ ભારત’ તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, “પીએમ મોદી તરફથી 11 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવેલા ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાનનો ઉદેશ્ય સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો ન હતો, પરંતુ તેનો ઉપયોગ ન કરવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવી તેને જન-આંદોલન બનાવવાનો હતો. આ ટ્વીટમાં પીએમઓને પણ ટેગ કરવામાં આવ્યું હતું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.