Western Times News

Gujarati News

સરકાર હવે સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝની તપાસ કરશે

આ પગલાંથી કેન્દ્ર સરકાર પાસે લોકોની ગેરકાયદે દેખરેખ
નવી દિલ્હી,  કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા પર પોતાની નજર રાખશે અને અને ફેક ન્યુઝ ની તપાસ પોતે જ કરાવશે. ખોટી જાણકારી ફેલાવનારા લોકોના લોકેશન ટ્રેક કરવામાં આવશે અને એમની સામે સખત પગલાં લેવાશે. માહિતી પ્રસારણ મંત્રાલયના એકમ દ્રારા આવું કામ સંભાળવા માટે ઈચ્છા ધરાવતી એજન્સીઓ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે.

ટેન્ડર દ્રારા એજન્સીઓને આ કામ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને સરકારની ઇચ્છા એવી છે કે આવી એજન્સીઓએ ફેકટ ચેક કરવાની કામગીરી કરવી પડશે તેમ જ ખોટી જાણકારી ફેલાવનાર લોકોની ઓળખ કરવી પડશે એ જ રીતે સમાધાન અને સેવા પણ પુરા પાડવા પડશે. સાયબર લોના નિષ્ણાંતનું એવું કહેવું છે કે આ પગલાંથી સરકાર પાસે લોકોની ગેરકાયદે દેખરેખનો રસ્તો ઉપલબ્ધ બનશે. જો કે શંકાસ્પદ વ્યકિતઓની તપાસ અને દેખરેખ માટે આવી એજન્સીઓને સેવા ફાયદાકારક રહી શકે છે પરંતુ લોકોની જાસુસી પણ થઈ શકે છે.

કેટલીક સાયબર લો કંપનીઓ ના સંચાલકો નો મત એવો છે કે જે એજન્સીઓને આવું કામ સોંપવામાં આવશે તેમને કેવી રીતે ખબર પડશે કે સાચું શું છે અને ખોટું શું છે સાચા અને ખોટા ના ભેદ ની જાણકારી જ નહીં હોય તો એજન્સીઓ કેવી રીતે પરફેકટ કામ કરી શકે છે તે સમજાતું નથી.

સાચી માહિતી અને ખોટી માહિતી તે નક્કી કરવાનું કામ કોનું છે તે બાબત મહત્વની બની રહે છે. દરમિયાનમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્રારા તાજેતરમાં જ એવું બયાન આપવામાં આવ્યું હતું કે અમે લોકો ખોટા ન્યુઝ ની ગાઈડ લાઈન પર કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના એકમ દ્રારા એજન્સીઓ માટે ટેન્ડર બહાર પાડી ને સોશિયલ મીડિયા પર વોચ ગોઠવવાની તૈયારી શ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.