સરખા નામવાળી બે સ્કૂલના કારણે વિધાર્થિની પરીક્ષામાં અટવાઇ
અમદાવાદ, ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે શહેરના ર્નિણયનગર વિસ્તારમાં એક જ નામવાળી બે સ્કૂલ હોવાના કારણે ધોરણ ૧૨ની વિધાર્થિની પરીક્ષા સેન્ટરને લઈ અટવાઈ હતી. પરીક્ષા આપવા પહોંચ્યા બાદ વિધાર્થિનીને આ પરીક્ષા સેન્ટર તેનું નથી તેવો ખ્યાલ આવતા વિધાર્થિની ગભરાઈ ગઈ હતી.
જાેકે, ર્નિણય નગર વિસ્તારમાં હેલ્પલાઇન ચલાવતા ભાજપ શિક્ષણ સેલના શિક્ષકે વિધાર્થિનીને યોગ્ય સેન્ટર પર પહોંચાડતા હાશકારો થયો હતો અને શાંતિપૂર્ણ રીતે તે પરીક્ષા આપી શકી હતી. અમદાવાદના ર્નિણય નગર વિસ્તારમાં બે સ્વામિનારાયણ સ્કૂલ આવેલી છે.
એક ર્નિણયનગર વિસ્તારમાં અને બીજી ય્જી્ ક્રોસિંગ પાસે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ. આ બંને સ્ફુએ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. ધોરણ ૧૨ના વિધાર્થીઓ રોજે રોજ અલગ અલગ પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા લેવાઈ રહી છે. જેને લઈ ધોરણ ૧૨નું આંકડાશાસ્ત્રનું પેપર આપવા માટે ધોરણ ૧૨ની વિધાર્થીની ભૂલથી ય્જી્ ક્રોસિંગ પાસે આવેલી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પહોંચી હતી.
જ્યારે હકીકતમાં તેનું પરીક્ષા કેન્દ્ર સ્વામિનારાયણ સ્કૂલ ર્નિણય નગરમાં હતું. પરીક્ષા સેન્ટરમાં પ્રવેશી વિધાર્થીની સ્કૂલના ત્રીજા માળે તેની બેઠક વ્યવસ્થા વાળા ખંડ માં પહોંચી જ્યાં તેણે પૂછપરછ કરતા તેને જાણવા મળ્યું કે, આ તો તેનું પરીક્ષા સેન્ટર છે જ નહીં.
વિધાર્થિની અચાનક ગભરાઈને રડવા લાગી હતી. એકાએક ભાજપ શિક્ષણ સેલના હાર્દિક ભાઈ શાહ જેઓ આ વિસ્તારમાં હેલ્પલાઇન ચલાવી રહ્યા છે તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અને સ્કૂલના સ્ટાફે વિધાર્થિનીને સાંત્વના આપી ર્નિણયનગર વિસ્તારની સ્વામિનારાયણ સ્કૂલમાં પહોચાડી હતી. જેથી વિધાર્થિની પોતાની પરીક્ષા આપી શકી હતી.
પરીક્ષા આપી બહાર આવેલી વિધાર્થિની શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા આપી શકતા ખુશ થઈ હતી. શિક્ષક હાર્દિક શાહે તપાસ કરતા આ વિધાર્થિની રિપીટર તરીકે પરીક્ષા આપી રહી છે અને રાણીપ વિસ્તારમાં રહે છે. શિક્ષક દ્વારા ચલાવવામાં આવતી હેલ્પલાઇનના કારણે આ વિધાર્થીની પરીક્ષા બગડતા બચી ગઈ હતી.SSS