Western Times News

Gujarati News

સરખેજઃ વગર તલાકે બીજી પત્ની કરી પહેલી પત્ની વિરોધ કરતા ત્રણ તલાક આપ્યા

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરીઃ શાહપુરમા ઝઘડાલુ પતિ સાથે પત્નીની ફરીયાદ

અમદાવાદ: સરખેજ તથા શાહપુરમાં બે ઘરેલુ હિસાની ફરીયાદ સામે આવી છે જેમા સરખેજ એક શખ્શે પહેલી પત્નીને તલાક આપ્યા બાદ બીજા લગ્ન કરી લીધા હતા બાદમા પહેલી પત્નીને ત્રણ વાર તલાક કહી દીધુ હતુ જા કે મહીલાએ વિરોધ કરતા પતિએ મારઝુડ કરી હતી જેથી તે પોલીસ સ્ટેશને પહોચી હતી જ્યારે શાહપુરમા ઝઘડાળુ પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પત્નીએ પોલીસ ફરીયાદ નોધાવી છે.

ફરજાનાબાનું સિપાઈ નહેરુનગર હુસેની બેકરી સામે મકરબા રોડ ખાતે રહે છે તેમના પતિ મહમદ હુસેને પદર વર્ષ સુધી તેમને સારી રીતે રાખ્યા બાદ છેલ્લા પાચ વર્ષથી વગર કારણે ઝધડો કરતા હતા જેમા સાસુ શરીફાબાનુ પણ સાથ આવતા હતા

દરમિયાન પતિ મહમદ હુસેન સાસુ સાથે તેમના અન્ય ઘરે રહેવા ગયા હતા તથા ફરજાનાબેનને ઘર ચલાવવા રૂપિયા પણ આપતા નહતા ઉપરાંત અવારનવાર મારઝુડ કરતા હતા ઉપરાંત તેમણે તલાક આપ્યા વગર અફશાબાનુ નામની મહીલા સાથે બીજા લગ્ન કરી લેતા ફરજાનાબેને તેનો વિરોધ કરતા મહમદહુસેને ત્રણ વાર તલાક કહ્યુ હતુ અને ઘર ખાલી કરી વેચી નાખવા દબાણ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો બાદમા ફરજાનાબાનું પતિ બ ીજી પત્ની અને સાસુ ત્રણેય શારીરીક માનિસિક રીતે પરેશાન કરતા છેવટે તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.

જ્યારે શાહપુરમાં રહેતા ફાયેઝાબાનું ને તેમના પતિ અખતર હુસેન અવારનવાર ઝઘડા કરી માર મારતા હતા દરમિયાનને ગત રોજ સવારે ફરી કારણોસર ઝઘડો કરી માર મારી પોલીસને જણાવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપતા ફાયેઝાબાનું પોલીસને જાણ કરી હતી જેથી શાહપુર પોલીસે અમતર હુસેન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.