Western Times News

Gujarati News

સરખેજમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી ૨૩ નંગ LED ટીવીની ચોરી

પ્રતિકાત્મક

તસ્કરો પાનમસાલાની ૫૦ બોરી પણ ચોરી કરી લઈ ગયાઃ નરોડા અને નારોલમાં પણ ચોરીની ઘટનાઓ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાત્રિ દરમિયાન પોલીસનાં નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે ઘરફોડ ચોરીના ઘટનાઓ વધી રહી છે. જેનાં પરીણામે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યાં છે.

શહેરનાં ન્યુ રાણીપ વિસ્તારમાં આનંદ પાર્ટી પ્લોટ પાસે આવેલાં તીર્થવીલા ફ્લેટમાં રહેતાં જગદીશ ગણપતભાઈ પટેલનું સરખેજ ઉજાલા સર્કલ પાસે ભારત એસ્ટેટમાં જયપુર રોડ ટ્રાન્સપોર્ટ નામનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં નિયમિત રીતે મોટી માત્રામાં માલ પડેલો હોય છે. અને અહીંયાથી ટ્રકો મારફતે માલસામાનની હેરાફેરી થતી હોય છે. ગઈકાલે જગદીશભાઈ દિવસ દરમિયાન ગોડાઉનમાં હાજર હતા અને રાત્રે ગોડાઉનને તાળું મારી ઘરે પરત ફર્યા હતાં.

આ દરમિયાનમાં વહેલી સવારે તેઓ પરત ગોડાઉન આવ્યાં ત્યારે ગોડાઉનનું શટર તૂટેલી હાલતમાં જાવા મળ્યું હતું. જેનાં પરીણામે તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક સરખેજ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા.

તપાસ કરતાં ગોડાઉનમાંથી ૫૦ બોરી ભરેલો વિમલ પાનમસાલાનો જથ્થો તથા ૨૩ નંગ એલઈડી તથા અન્ય મુદ્દામાલની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ તમામ માલની અંદાજે કિં રૂ.૭ લાખ જેટલી થવા જાય છે. આટલી મોટી માત્રામાં માલસામાનની ચોરી કરવા માટે એકથી વધુ તસ્કરો હોવાનું મનાઈ રહ્યું છે. સરખેજ પોલીસે સ્થળની આસપાસ લગાવવામાં આવેલાં સીસીટીવી ફુટેજ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.