સરખેજમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
(એજન્સી) અમદાવાદ, જીવલેણ ચાઈનીઝ દોરીના ઉપયોગ તેમજ વેચાણ અને ખરીદી ઉપર ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં કેટલાંક લોકો ચાઈનીઝ દોરીનો વેપાર કરી રહ્યા છે. કલોલથી ચાઈનીઝ દોરીનો જથ્થો વેચવા માટે સરખેજમા લાવવામાં આવ્યો હતો.
જે અંગેની માહિતી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી શાહરૂખ ખાનને મળી હતી. જેથી સરખેજ પલીસે ચાઈનીઝ દોરી જપ્ત કજી ખરીદનાર અને વેચનારને પણ ઝડપી લીધા હતા. બજારમાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયુ હોવાથી પોલીસે ચાઈનીઝ દોરી વેચતા તત્ત્વો સામે કડક હાથે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. ગ્રામ્ય એસઓજીની ટીમે તાજેતરમાં જ ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.
સરખેજ પોલીસ ઈન્સ્પેક્ટર સંજય દેસાઈએ પોતાની ટીમને ચાઈનીઝ દોરીનો જથ્થો વેચતા તત્ત્વો સામે પગલાં લેવાની સુચના આપી હતી. જેને પગલે પોલીસ કર્મીઓ સ્થાનિક વિસ્તારમાં પેટ્રોલીંંગમાં ફરતા હતા ત્યારે જ સરખેજ પોલીસના શાહરૂખ ખાનને માહિતી મળી હતી કે સરખેજ ઢાળ પાસે જાહેરમાં જ ચાઈનીઝ દોરીનો વેપાર થઈ રહ્યો છે.
પોલીસે તરત જ ઢાળ પાસે દરોડા પાડીને મોટા જથ્થો સાથે ચાઈનીઝ દોરી વેચતા મુશરર્ફ મલેક તેમજ ચાઈનીઝ દોરી ખરીદવા આવેલા તાસીર હુસેન શેખને ઝડપી લીધા હતા.
પોલીસે તેમના વાહન પણ કબજે લીધા હતા. શહેરના કોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યુ છે. તેમ છતાં સ્થાનિક પોલીસ અને તંત્રના સહયોગ હોવાથી વેપારીઓ સામે કોઈ પગલા લેવામાં આવતા નથી.
પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મુકી તેનીે ખરીદ-વેચાણ કરતા લોકો સામે પગલાં લેવા માટે જાહરનામું બહાર પાડવામાં આવે છે ત્યારે બીજી તરફ તેમની જ પોલીસના જાહેરનામાનો અમલ કરાવવાના બદલે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓને છાવરી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.