સરખેજમાં બાળકો ઉઠાવી જનારી સ્ત્રી મામલે સ્થાનિક રહીશો અને પોલીસ આમને સામને
પોલીસ ફરીયાદ ન લેતી હોવાનો આક્ષેપઃ આજે સ્થાનિકો ઘરણાં કરશે |
અમદાવાદ : છેલ્લા કેટલાંક સમયથી શહેરમાં ભીખ માગંવા આવતી †ીઓને બાળકો ઉઠાવવા આવતી ગેંગની સભ્યો સમજીને સ્થાનિક લોકોના ટોળાં દ્વારા માર મારવાની ઘટનાઓ બની છે ભુતકાળમાં બનેલી આ ઘટનાઓના પડઘા પણ પડ્યા હતા બાદમા શહેર પોલીસ તંત્ર આવી ઘટનાઓ પ્રત્યે સક્રીય થયુ છે દરમિયાન ગઈકાલે સરખેજ રોજા પાસે આવી જ વધુ એક ઘટના સામે આવી છે માગવા આવેલી બાળકો ઉઠાવી જનારી હોવાનું કહી તેને સરખેજ પોલીસને સોપી હતી જા કે પોલીસે તે તપાસ કરીને ભીખ માંગનારી હોવાનું જણાવતાં સ્થાનિકો ભડકી ઉઠ્યા હતા.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સરખેજ રોજા નાજીકની એક સોસાયટીમાં ગઈકાલે એક સ્ત્રી ભીખ માગવા માટે આવી હતી જા કે રહીશોએ તે બાળકોને ઉઠાવવા માટે આવી હોવાનું જણાવી તેને ઝડપીને ઢોર માર માર્યો હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે સ્થાનિકો બાદમા આ સ્ત્રીને સરખેજ પોલીસ સોપી હતી જા કે જાણવામાં સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને આ સ્ત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી આ મુદ્દે સ્થાનિક રહેશો તથા પોલીસ સામ સામે આવી જતા વાતાવરણમાં તંગદીલી પ્રસરી હતી જેના પગલે એક તબક્કે બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા.
ઘટના સમયે હાજર એક વ્યક્તિઅે ક્તપોલીસ તે સ્ત્રીને અન્ય પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ પોલીસે ફરીયાદ ન લેતા સરખેજ વિસ્તારમા રહીશો આજે સવારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ખાતે ઘરણાનો કાર્યક્રમ યોજાયો છે.
પોલીસના સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે સ્ત્રી સામાન્ય હતી જા કે કોઈ અસામાજીક તત્વએ બદઈરાદે બાળકોને ઉઠાવી જનારી સ્ત્રી તરીકે મેસેજ સોશીયલ મીડિયામાં વહેતી કરતા વાત વધુ વણસી હતી અને મોટી અફવા ફેલાઈ હતી.