Western Times News

Gujarati News

સરખેજ પોલીસની કાર્યવાહી: નવ મહીલા બુટલેગરો ઝડપાઈ

પ્રતિકાત્મક

૧૩૭ લિટર દેશી દારૂ તથા ર૬પ લિટર વોશ ઝડપાયુ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં દારૂબંધી છતાં દેશી-વિદેશી દારૂ છુટથી મળી રહે છે. ખાસ કરીને દેશી દારૂના અડ્ડા શહેરભરમાં હોય છે જેના કારણે ક્યારેક લઠ્ઠાકાંડ સર્જાય છે. શહેરની આસપાસ આવેલા વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ આવેલી હોય છે જેની ઉપર પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરતી હોય છે. આવી જ કાર્યવાહી દરમિયાન સરખેજ પોલીસે દેશી દારૂના સ્ટેન્ડ પર દરોડા પાડીને નવ મહીલા બુટલેગરો સહીત કુલ ૧૦ની અટક કરીને દેશી દારૂનો જથ્થો, વોશ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સરખેજ વિસ્તારમાં દેશી દારૂની બદી વધી જતાં સરખેજ પોલીસે કેટલીક ટીમો બનાવીને લિસ્ટેડ બુટલેગરોના અડ્ડા તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરી હતી. રવિવારે કરેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે નવ મહીલા બુટલેગરો સહીત કુલ ૧૦ની અટક કરીને તેમના વિરુધ્ધ ગુના દાખલ કર્યાં હતા જેમાં કૈલાસ ઉર્ફે કાળી ચુનારા (ભરવાડવાસ, ગોકુલનગર), મંજુ દાતણીયા (વણઝર ફાટક, સરખેજ), કોકી કાવિડીયા (વણઝર ફાટક), જયા કાવીઠીયા (વણઝર ફાટક), ચંપા રાઠોડ (શંકરપુરા છાપરા, સરખેજ), ભરત કાવેઠીયા (શંકરપુરા છાપરા, સરખેજ) લહેરા જાડેજા (બેદર તલાવડી), મધુ ચુનારા (ચુનારાવાસ, મકરબા), ગંગા રાઠોડ (એલજે કેમ્પસ, સરખેજ), અને ભાવના પંચાલ (પથ્થરીયો ઢાળ, મકરબા) સામેલ છે. આ તમામની અટક કર્યા બાદ કુલ ૧૩૭ દેશી દારૂ, વોશ ર૬પ લિટર તથા ભઠ્ઠીના સાધનો સહીત ૪પ૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.