Western Times News

Gujarati News

સરખેજ વિસ્તારમાં આધેડના મૃતદેહને ફેંકી હત્યારાઓ ફરાર

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે અને શહેરમાં એક પછી એક ગંભીર બનાવો બનતાં પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ખુલ્લેઆમ ફરતી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધી ગયો છે અને ચોરી, લુંટફાટની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.

શહેરની આ પરિસ્થિતિ વચ્ચે સરખેજ વિસ્તારમાં હત્યારાઓએ એક આધેડ પર હુમલો કરી હત્યા કરી ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે આરોપીઓ અન્ય સ્થળે હત્યા કરી તેને અહી ફેંકી ગયા હોવાનું પણ મનાઈ રહયું છે.

જાેકે હાલ સરખેજ પોલીસ આ અંગે ગુનો દાખલ કરી તપાસ કરી રહી છે અને સૌ પ્રથમ મૃતક આધેડની ઓળખવિધિ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ચોરી લુંટફાટની ઘટનાઓ વચ્ચે હત્યાની ઘટના પણ બનવા લાગી છે અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓનો આંતક વધવા લાગ્યો છે લોકડાઉન અને અનલોકમાં ખડેપગે સેવા બજાવનાર પોલીસતંત્રને તસ્કરો અને લુંટારુઓ પડકાર ફેંકી રહયા છે.

શહેરમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતિત બની ગયા છે અને નિયમોનું કડક પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે શહેરમાં રાત્રિ દરમિયાન કફર્યુનો પણ અમલ કડકાઈથી કરવા ઠેરઠેર પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે.

તેમ છતાં અનેક ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે. આ પરિસ્થિતિમાં શહેરના સરખેજ પોલીસ સ્ટેશનની નજીક જ એક પ૦ વર્ષની ઉંમરના આધેડ પુરૂષ પડેલો જાેવા મળ્યો હતો જેના પરિણામે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને તેને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં પહોંચતા જ તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

અજાણ્યા આધેડ પુરૂષના શરીર પર સંખ્યાબંધ ઈજાના ચિહ્‌નો જાેવા મળતા હતા. જેના પરિણામે તાત્કાલિક આ પુરૂષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં મૃતક આધેડને મુઢમાર મારવાથી મોત નીપજયું હોવાનો ખુલાસો થતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે આ આધેડ પુરૂષના હાથ પર હિન્દીમાં ‘મીના’ લખેલુ છે.

જેના આધારે તેની ઓળખવિધિ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવુ પણ મનાઈ રહયુ છે કે આરોપીઓએ અન્ય સ્થળે આ આધેડને ઢોરમાર મારી સરખેજ ઢાળ પાસે ફેંકી જતા રહયા હશે. જાેકે હાલમાં સરખેજ પોલીસ જુદી જુદી થિયરી પર તપાસ કરી રહી છે અને શહેરમાં લાપત્તા બનેલા વ્યક્તિઓની યાદી મંગાવી તેની સાથે સરખામણી કરવામાં આવી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ ઘટનાથી ચોંકી ઉઠયા છે અને સમગ્ર ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા માટેની સુચના આપતા જ પોલીસે આ વિસ્તારમાં આવેલા સીસીટીવીના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.