Western Times News

Gujarati News

સરથાણામાં જીપના બોનેટ પર ચઢી સ્ટંટ કરનારા પર પોલીસની કાર્યવાહી

બેની અટકાયત કરવામાં આવી

નર્મદામાં પણ સ્ટંટબાજાે બેફામ બન્યા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર યુવતીના સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે

સુરત, સુરતના સરથાણામાં જીપના બોનેટ પર ચઢી સ્ટંટ કરનારા બે સગીરની પોલીસે અટકાયત કરી હતી. મળતી જાણકારી અનુસાર શહેરના સરથાણા વિસ્તારમાં જીપના બોનેટ પર ચડી સગીરે સ્ટંટ કરીને જીવ જાેખમમાં મુક્યો હતો. ત્રણ મહિના પહેલાનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સ્ટંટબાજ સગીરોની અટકાયત કરી હતી.

મળતી જાણકારી અનુસાર, સરથાણામાં નવજીવન હોટલ પાસે પેન્ટા સ્કાય બિલ્ડિંગ પાસે એક જીપના બોનેટ પર ચઢી એક સગીર સ્ટંટ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જીપના બોનેટ પર સગીર ચલાવતો હતો. ત્રણ મહિના પહેલાની ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. રીલના ચક્કરમાં સુરતમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

પોલીસે જીપ માલિક અને સ્ટંટ બાજની અટકાયત કરી હતી.ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન નંબર પર કોઈ જાગૃત વ્યક્તિએ વીડિયો મોકલ્યો હતો. ચાર યુવકો મોપેડ પર છૂટ્ટા હાથે સ્ટંટ કરી રહ્યા છે. વીડિયો નાનપુરા ખ્વાજાદા રોડનો હોવાનું ખુલ્યું હતું.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. નર્મદામાં પણ સ્ટંટબાજાે બેફામ બન્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર યુવતીના સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. ચાલુ કારમાંથી બહાર નીકળીને જીવને જાેખમમાં મુક્યો હતો. જાે અકસ્માત સર્જાયો હોત તો કોણ જવાબદાર?ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.