સરદારનગરઃ રૂપિયાની લેતીદેતીમાં યુવાન ઉપર જીવલેણ હુમલો
અમદાવાદ: સરદારનગરમાં ફરી એક વખત યુવાનો વચ્ચે બબાલ થતા તે હિંસક હુમલામાં ફેરવાઈ છે આ ઝઘડામાં એક યુવાને બીજાને છરીના ઘા મારતા ધાયલ યુવાને દવાખાનમાં સારવાર લેવાની ફરજ પડી છે.
કમલેશ દેવાણી સરદારનગર એ રાહુલ ઉર્ફે જુના પોલીસ સ્ટેશનમાં બાજુમા સરદારનગર ને કેટલાંક સમય અગાઉ તેના ભાઈના ઓપરેશન માટે રૂપિયા આઠ હજાર આપ્યા હતા જા કે ત્યારબાદ વારવાર માંગણી કરવા છતા રાહુલે રૂપિયા પરત આપ્યા ન હતા દરમિયાન રાહુલ મળી જતા ગઈકાલે કમલેશે ફરી વાર રૂપિયા માગતા ઉશ્કેરાયેલા રાહુલે ઝઘડો કરીને તેને રૂપિયા નહી મળે એમ કહીને છરી વડે પેટ તથા પીઠમાં ઘા મારતા કમલેશ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો બાદમાં રહીશોએ તેને હોસ્પીટલમાં ખસેડ્યો હતો જ્યાથી તેણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ફરાર રાહુલને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.