સરદારનગરમાં ટી.પી.નો અમલઃ ૧૯ર મિલ્કતોમાં તોડફોડ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરને ખરા અર્થમાં સ્માર્ટ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને પાર્કીગ-ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ઝુંબેશ શરૂ કરી છે. મ્યુનિ. કમીશ્નરના આદેશ બાદ પાર્કીગના સ્થળે થયેલ દબાણો સીલ કરવામાં આવી રહયા છે. તેમજ આ બિલ્ડીંગોની બી.યુ.રદ કરવા માટે પણ કાર્યવાહી શરૂ થઈ છે.
તેવી જ રીતે ટી.પી.રોડ પરના દબાણો દૂર કરીને રોડ પહોળા કરવા માટે પણ એસ્ટેટ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે ઉત્તરઝોનના અમદુપુરા વિસ્તારમાં બે દિવસ પહેલા ૭પ દુકાનો તોડવામાં આવી હતી. જયારે આજે વહેલી સવારથી ટી.પી. ૯૭અને ૯૮માં ૧ર મીટર રોડ નો અમલ કરવામાં આવ્યો છે. જેમાં ૧૯૦ કરતા વધુ મિલ્કતોમાં તોડફોડ કરવામાં આવશે. જે પૈકી ૧પ૦ કરતા વધુ મિલ્કતોને સંપૂર્ણપણે દુર કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં જાહેરમાર્ગ અને ફૂટપાથ પરના દબાણો લગભગ કાયમી સમસ્યા બની ગયા છે. ટી.પી. રોડ પર થયેલ દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. બે દિવસ પહેલા અમદુપુરા વિસ્તારમાં ૭પ દુકાનો દુર કરીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેના પરીણામે મીક્ષ ટ્રાફિકમાં ચાલતી જનમાર્ગ બસો કોરીડોરમાં દોડતી શરૂ થઈ છે. ઉત્તરઝોનના કુબેરનગર વિસ્તારના પણ ૧ર મીટર રોડ પર દબાણ થઈ ગયા છે.
તથા રોડ સંપૂર્ણપણે બંધ છે. તેથી ઉત્તરઝોન એસ્ટેટ ખાતા દ્વારા રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉત્તરઝોનના ડે.મ્યુનિ.કમીશ્નર કે.બી. ઠકકર ની સુચનાથી ડે.એસ્ટેટ ઓફીસર રાજેન્દ્રભાઈ જાદવ અને એસ્ટેટ ખાતાની ટીમે ડીમોલેશન કામગીરી શરૂ કરી છે. ડે.એસ્ટેટ ઓફીસર રાજેન્દ્રભાઈ જાદવના જણાવ્યા મુજબ કુબેરનગરથી આઈ.ટી.આઈ.થી કોતરપુર તરફ જતા રોડ પર ઓઝાન સીટી પાસે ૧ર મીટર પહોળો અને ૮પ૦ મીટર લાંબો ટી.પી. રોડ પર છે. આ રોડ માત્ર પ૦૦ મીટર સુધી જ ખુલ્લો છે ત્યારબાદ દબાણોના કારણે રોડ સંપૂર્ણપણે બંધ છે. તેથી રોડ ખુલ્લો કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમા ૧૮ર રહેઠાણ,૦પ ધાર્મિક અને ૦૧ કોમર્શીયલ મિલ્કતમાં તોડફોડ કરવામાં આવશે. ૧૮ર રહેણાંક મિલ્કતો પૈકી ૧પ૬ મિલ્કતોનું સંપૂર્ણપણે દુર કરવામાં આવશે. આ મિલ્કતમાં રહેતા પરીવારોને વટવા વાનરવટ ખાતેના આવાસમાં વૈકલ્પીક વ્યવસ્થા આપવામાં આવી છે.
૧પ૬ મિલ્કતધારકો પૈકી૧૦૯ મિલ્કતધારકો દ્વારા પુરાવા રજુ કરવામાં આવ્યા છે. પરંતુ નાણાં જમા કરાવવામાં આવ્યા નથી. જા આ લોકો ૧પ દિવસમાં નાણા જમા કરાવવાની બાંહેધરી આપશે તો તેમને વટવા ખાતેના મકાનનો કબજા સોપવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કમીશ્નરે જનમાર્ગ કોરીડોરની આસપાસના તથા ટી.પી.રોડ પરના દબાણો દૂર કરવા ઘણા સમય પહેલા જાહેરાત કરી હતી. જે પૈકી એસ.ટી.થી શાહઆલમ સુધીના દબાણો દુર કરવામાં આવ્યા હતા. પરંતુ તે સ્થળે ફરીથી દબાણ થઈ ગયા છે. અમદુપુરા વિસ્તારમાં રોડ પર ૭પ કેબીનોના દબાણ હતા જેના કારણો જનમાર્ગની બસો ને મીક્ષ ટ્રાફિકમાં ચલાવવાની ફરજ પડી રહી હતી.
જે બાબત ધ્યાને આવતા ઝોન ના ડે.મ્યુનિ.કમીશ્નર કે.બી.ઠકકરે આ દબાણો ને દૂર કરવા માટે યુધ્ધના ધોરણો કામ કરવા એસ્ટેટ ખાતાને સુચના આપી હતી. ઝોન ના ડે.એસ્ટેટ ઓફીસર ના માર્ગદર્શન અને હાજરી સાથે તમામ ૭પ દબાણો દુર કરીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. જયારે આજે વહેલી સવારથી જ ટી.પી. ૯૭ અને ૯૮માં ૮પ૦ મીટર ટી.પી. રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી શરૂ થઈ છે.
ેટમાં ૭૭૭ કરોડનો વધારો કર્યો