સરદારનગરમાં દારૂની પાર્ટી પર પોલીસનો દરોડો
ખંડણીખોર દીપુ સહિત છની બાર લાખના મુદ્દામાલ સાથે ધરપકડ |
(પ્રતિનિધિ દ્વારા) અમાવાદ : સરદારનગરમાં પોલીસે દરોડો પાડીને કુખ્યાત તથા રીઢા ગુનેગાર તથા તેના સાગરીતોને દારૂની મહેફીલ માણતા ઝડપી લીધા છે. પોલીસને જાઈને તમામ શખ્સો ચોંકી ઉઠ્યા હતા. જા કે તમામને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સરદારનગર પોલીસને કેટલાંક શખ્સો દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળી હતી. જેના પગલે પીએસઆઈ આઈ કે મોથલીયાની ટીમે સી વોર્ડ રાજેશ દૂધ ઘર સામે આવેલી એક ઓફિસમાં દરોડો પાડતા ત્યાંથી કુખ્યાત આરોપી દીપુ મોહનભાઈ ચેતનાણી ઉર્ફેે જય માતાજી (કૃષ્ણા રેસિડેન્સી, નવા ચિલોડા), મનોજ નેભાણી, અનિલ રીજવાણી, શંભુ દેસાઈ, ઘનશ્યામ દુલાણી અને રાજુ તુલશીયાણીના નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસને જાઈને
તમામ શખ્સોના હોંશ ઉડી ગયા હતા. આ તમામને ઝડપીને પોલીસે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉપરાંત ઘટના સ્થળેથી વિદેશી દારૂ-બિયરની બોટલો ઉપરાંત અન્ય મુદ્દામાલ તથા વાહનો સાથે કુલ બાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની રેઈડના પગલે આસપાસના રહીશો પણ ચોંકી ઉઠ્યા હતા. અને સમગ્ર વિસ્તારમાં વાતો વહેતી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દીપુ ઉર્ફે જય માતાજી ઉપર અગાઉ પણ પોલીસ કેસ થયેલા છે. અને ખંડણી જેવા ગંભીર ગુનાઓનો તે આરોપી છે.