સરદારનગરમાં પરણીતા સાથે ૩ શખ્સોએ ગેંગરેપ આચર્યાે

Files Photo
આરોપીઓમાં પરણીતાનો પ્રેમી અને તેનાં મિત્રો સામેલ
(પ્રતિનિધિ)અમદાવાદ, એક સમયે સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા માટે જાણીતા અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી બળાત્કારનાં કિસ્સા વધુને વધુ સામે આવી રહ્યાં છે. જે ખતરારૂપ છે. સરકાર દ્વારા મહિલા સુરક્ષા માટે કાયદા કડક કરવામાં આવ્યાં હોવા છતાં અસામાજીક તત્ત્વોને કાયદાનો કોઈ ખોફ નથી. આ સ્થિતિમાં સરદારનગરમાં એક પરણીતાએ તેનાં પ્રેમી સહિત ૩ વિરૂદ્ધ કેફી પીણું પીવડાવી ગેંગરેપ કરવાની ફરીયાદ મળતાં ચકચાર મચી છે.
આ ઘટનાની વિગત એવી છે કે દહેગામ ખાતે પતિ તથા ચાર સંતાનો સાથે રહેતી ૩૦ વર્ષીય પરીણીતા દાણીલીમડા ખાતે નોકરી કરે છે. નોકરી પર આવાગમન દરમિયાન તેની ઓળખાણ રીક્ષા ડ્રાઈવર મનીષ ઉર્ફે પ્રેમ સીંધી (કુબેરનગર)સાથે થઈ હતી. જે પ્રેમમાં પરિણમી હતી. ગત શનિવારે પરીણીતા પોતાનાં ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળી હતી.
પરંતુ નરોડા ખાતે પહોંચી હતી. જ્યાં મનીષનો મિત્ર તેના લેવા ગયો હતો. ત્યાંથી મહિલા અને મનીષ આખો દિવસ જાેડે રહ્યા બાદ તે મનીષનાં આગ્રહથી રાત પણ રોકાઈ હતી. મોડી રાત્રે મનીષનાં મિત્રો સુમીત ઠાકોર અને હાર્દીક પંડ્યા પણ ઘરે હાજર હતા. ત્યારે મનીષે મહિલાની જાણ બહાર કેફી પીણું પીવડાવી દેતાં તે બેભાન થઈ હતી. બાદમાં ત્રણેયે તેનાં ઉપર ગેંગરેપ કર્યાે હતો. બીજા દિવસે મહિલાને હોશ આવતાં ત્રણેય તેને નોબલનગર નજીક ઉતારી ભાગી છુટ્યા હતા. આ ઘટના અંગે પરણીતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.