સરદારનગરમાં બે બુટલેગરો વચ્ચે મારામારી
બંને ઘાયલ થતાં હોસ્પીટલમાં દાખલ
(પ્રતિનિધિ) અમદાવાદ: એક તરફ સરદારનગરમાં મોડી રાતે હત્યાનો બનાવ બન્યો હતો એ જ અરસામાં દારૂના ધંધાની બાબતે બે લિસ્ટેડ બુટલેગરો વચ્ચ પણ જાહેરમાં મારામારી થઈ હોવાનું બહાર આવ્યું છે.
સરદારનગરમાં ધંધો ચલાવતા અને હરીફ હોઈ એકબીજાને સતત કાપવા મથતાં બે લિસ્ટેડ બુટલેગરો વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી તકરાર ચાલતી હતી અને બંને ધંધો વધારવા માટે એકબીજા સાથે હરીફાઈમાં હતા. ગઈકાલે રાત્રે દસ વાગ્યાના સુમારે સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાજાવીર સર્કલ નજીક બંને બુટલેગરો સામ સમે આવી જતાં તેમની વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બનતાં બંને લિસ્ટેડ બુટલેગરો હિંસક હથિયારો સાથે એકબીજા પર હુમલો કરતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા
જેમને અલગ અલગ હોસ્પીટલોમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ હિસ્ટ્રીશીટરો વચ્ચે ઝઘડો થતાં થોડા સમય માટે રાજાવીર સર્કલ નજીક અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને વાતાવરણમાં ગભરાટ ફેલાઈ જતાં નાગરીકો પણ ભય હેઠળ આવી ગયા હતા. એક તરફ પોલીસ ગુના ઘટયા હોવાનું રટણ કરી રહી છે બીજી તરફ પ્રથમ મહીનો અડધો પત્યો છે ત્યાં જ ગંભીર ગુનાઓનું લિસ્ટ બની જતા પોલીસ તંત્રની કામગીરી સામે આંગળી ચિંધાઈ રહી છે.