સરદારનગરમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી વિરોધ નોંધાવ્યો
અમદાવાદ, શહેરના સરદારનગર વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યો હતો અને પોલીસની દમકારીે નીતિનો વિરોધ નોધાવ્યો હતો. નરોડા પાટિયાથી સરદારનગર સુધીના વિસ્તારમાં આવેલા તમામ વેપારીઓએ બંધ પાળ્યો હતો. આશરે ૨૦૦ જેટલી દુકાનના વેપારીઓએ બંધ પાળ્યું હતું પોલીસ પર ખોટી રીતે હેરાન કરવાના આરોપ વેપારી દ્વારા મુકવામાં આવ્યા હતો અને પોલીસની દમનકારી નીતિનો વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો હતો.
આજે સવારથી જ વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખ્યા હતો વિસ્તારમાં નાના નાની દુકાનો ચ્હાના કીટલીઓ પણ બંધ રહેવા પામી હતી. આ ઉપરાંત માર્ગો પર વાહનો પણ સામાન્ય દિવસોની જેમ જાેવા મળ્યા ન હતાં. એ યાદ રહે કે ચાર દિવસ અગાઉ પોલીસે પીસીઆર વાન માં આ વિસ્તારમાં એક વ્યક્તિને માર માર્યો હતો.
અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસકર્મીઓ ખોટી રીતે અમને હેરાન કરે છે. ૫૦- ૧૦૦ રૂપિયાના હપ્તાઓ લઈ જાય છે અને ગાડી ડિટેઇન કરવાની ધમકીઓ આપે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નજર અંદાજ કરવામાં આવે છે અને રોકવાની જગ્યાએ પ્રજાને હેરાન કરવામાં આવે છે.
સરદારનગરમાં દારૂના વેચાણની પ્રવૃત્તિઓ બંધ કરવાની પણ માગ કરી હતી.સિંધિ સમાજના વેપારી અગ્રણીઓ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં વેપારીઓએ માગ કરી હતી કે જે યુવકને માર માર્યો હતો તે પોલીસકર્મીઓનો સસ્પેન્ડ કરવામાં આવે, વેપારીઓને જે રીતે હેરાન કરવામાં આવે તે બંધ કરવામાં આવે. આ માગ પુરી કરવા માટે પોલીસ અધિકારીઓએ ૧૦ તારીખ સુધીનો સમય માગ્યો છે. પોલીસકર્મીઓના આ જવાબથી વેપારીઓ સંતુષ્ટ થયા હતાં