સરદારનગર ચોખા બજારમાં વેપારીને બે વ્યાજખોરો મારી નાખવાની ધમકી આપતા એફઆઈઆર
૪૫ લાખ ૭ ટકા વ્યાજે લઈ ૪૦ લાખ ચુકવ્યા છતાં બંને શખ્શોને વધુ ૪૫ લાખની માંગણી કરી
અમદાવાદ: શહેરમાં વ્યાજખોરો ધંધો ચારેતરફ ફેલાઈ ગયો છે સરળતાથી વધુ રૂપિયા કમાવવાની લાલચે વ્યાજખોરો ઉચા વ્યાજે નાણણાધીર્ય બાદ તેમની પાસેથી બે થી ત્રણ ગણા રૂપિયા પડાવવામાં મારી નાખવામાં સુધીની ધમકી આપે છે
ઉપરાંત મજબુર વ્યક્તિઓના પરીવારને પણ પરેશાન કરીને તેમની પાસેથી મિલકતો પડાવી લેતા હોય છે આ સ્થિતિમાં સરદારનગમરા વધુ એક વેપારી પાસે વ્યાજે આપેલા રૂપિયા વધુ રૂપિયા પડાવવાનો કારસો કરતા બે શખ્શો વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.
શહેરનાં ચોખા બજારના એક વેપારીને ધંધામાં રૂપિયાની જરૂર પડતા સરદારનગર જ રહેતા જય ટેકવાણી તથા ઉમેશ ગોપાલાણી નામના શખ્શો પાસેથી ૪૫ લાખ રૂપિયા ૭ ટકા વ્યાજે કેટલાંક સમય અગાઉ લીધા હતા. વેપારીએ નિયમિત રીતે વ્યાજ અને મુડી ચુકવી ૪૦ લાખ રૂપિયાની રકમ ભરપાઈ કરી હતી જા કે રૂપિયામાં લાલચુ બંને વ્યાજખોરો વેપારી પાસેથી વધુ રૂપિયા પડાવાવનો કારસો કરીને તેની પાસે વધુ ૪૫ લાખ લેવાના નીકળતા હોવાની વાત કરી હતી. જેથી વેપારીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી વેપારીએ પોતે હિસાબ બતાવીને રકમ ભરપાઈ કરી દીધી હોવાનુ કહેતા જય અને ઉમેશ નામના વ્યાજખોરો ઉશ્કેરાઈ ગયા હતા અને જા ૪૫ લાખ રૂપિયા ન આપે તો વેપારી અને તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ધમકીના પગલે ચોખાના વેપારી ગભરાઈ ગયા હતા આ અંગે પરીવાર અને મિત્રોને વાત જણાવી હતી. બાદમાં પરીવારજનોએ હિમત આપતા વેપારી સરદારનગર પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને જય ટેકવાણી તથા ઉમેશ ગોપલાણી વિરુધ વ્યાજ ખોરીની ફરીયાદ નોધાવી હતી. સરદારનગર પોલીસે બંને વ્યાજ લાલચૂઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યો છે નોધનીય છે કે અમદાવાદમાં કેટલાંય શખ્શો વગર લાઈન્સે વ્યાજે નાણા ધીરવાનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવે છે.