Western Times News

Gujarati News

સરદાર પટેલના ચમત્કારિક બચાવ પછી નેહરુએ ખુશી સાથે યાદગાર ભેટ સરદારને આપી હતી! આ સત્ય કોણ સમજશે?!

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ એ નાયબ વડાપ્રધાન સરદાર પટેલના ચમત્કારિક બચાવ પછી નેહરુએ અદભુત ખુશી સાથે યાદગાર ભેટ સરદાર પટેલને આપી હતી! આ સત્ય કોણ સમજશે?!

‘હું તો જવાહરલાલ નેહરુ જૂથનો છું બાપુનો આદેશ છે એનું શું’? – સરદાર પટેલ

તસવીર ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની તથા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની વચ્ચેના અભૂતપૂર્વ પ્રેમ સાથેના સંવેદનાસભર સંબંધોને યાદ અપાવે છે! એ સમય રાજસ્થાન ના ‘રાજપ્રમુખ’ તરીકે જયપુરના મહારાજા ની વરણી થઈ હતી,

અને એમના સોગંદવિધિના પ્રસંગે નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એક ખાસ વિમાનમાં દિલ્હીથી જયપુર ગયા હતા! દિલ્હીથી ઉપડેલા વિમાનને એકાદ કલાક પછી અચાનક હવાઈ મથક સાથેનો સંપર્ક ગુમાવી દીધો એટલું જ નહીં યાંત્રિક ખરાબીને કારણે હવે વિમાન જયપુર સુધીનો પ્રવાસ સુરક્ષિત કરી શકે એવી સંભાવના રહી ન હતી.

પાયલોટે માંડ માંડ વિમાન ખુલ્લી જગ્યામાં સુરક્ષિત ઉતાર્યુ તો ખરું પણ દરેકે આપાતકાલીન દરવાજા પરથી ઉતરવાનું હતું અને એક પછી એક ઉતરવાનું હતું! જેમાં જયપુરના મહારાજા પણ સવાર હતા જવાહરલાલ નેહરૂ અને તેની જાણ થતાં તેઓ ભારે બેબાકળા થઇ ને ત્રણ કલાક સુધી આટા મારતા રહ્યા હતા!!

અને જયપુરથી કાર્યક્રમ પતાવી સરદાર પટેલ પાછા ફર્યા ત્યારે જવાહરલાલ નેહરૂ સરદાર પટેલને ભેટી પડ્યા હતા અને સરદાર પટેલે થોડી ક્ષણે જવાહરલાલ નેહરૂની પીઠ પર હાથ ફેરવતા રહેલા આ તબક્કે સરદાર પટેલના સુરક્ષિત બચાવ અંગે સંવિધાન સભામાં જ શુભકામનાના પ્રતિક રૂપે નેહરુને એક યાદગાર ભેટ આપી હતી!

તેની આ બોલતી તસવીર છે આજે પંડિત નેહરુ અને સરદાર પટેલ વચ્ચે મતભેદની વાતો રાજકારણીઓ ફેલાવે છે એવીજ વાત જ્યારે એ વખતે કોઈએ ફેલાવવા પ્રયાસ કર્યો ત્યારે પ્રધાનમંડળના સભ્ય શ્રી પ્રકાશે કહ્યું કે જૂથવાદ ની વાતો ફેલાવવામાં આવી છે ત્યારે સરદાર પટેલે કહ્યું ‘હું તો જવાહરલાલ જૂથ નો છું એનું શું? અને બાપુ ના આદેશ મુજબ બધું ચાલે છે’!

સરદાર પટેલે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી ગંભીરતા સાથે કહ્યું કે ‘ધર્મના નામ પર દેશનું આ એક વિભાજન પૂરતું છે હવે વધું વિભાજન ના ‘નોતરા’ આપવા નુ પાપ આપણે ન કરી શકીએ આજના નેતાઓ સરદાર સાહેબના આદર્શો સમજે બાકી ભાગલા પાડો અને રાજ કરો એ દેશ દ્રોહ છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

ભારત-પાકિસ્તાનના ભાગલા પછી સરદાર પટેલે કહ્યું હતું કે ‘ધર્મ ના નામ ઉપર દેશનું આ એક વિભાજન પૂરતું છે હવે વધુ વિભાજન ના ‘નોતરા’ આપવાનું પાપ આપણે ન કરીએ’!!

પ્લેટો ચિંતકે સરસ કહ્યું છે કે ‘‘જ્યાં સુધી સરકાર ચલાવતા ન થાય અથવા સરકાર ચલાવનારાઓ ન થાય ત્યાં સુધી માનવીના દુઃખનો અંત આવવાનો નથી’’!! જ્યારે વિચારક વિલિયમ પેને સરસ કહ્યું છે કે ‘‘જે દેશ ના માણસો સારા હોય તે દેશની સરકાર ખરાબ ન હોઈ શકે’’!! ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ હતા

અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને આ રીતે ખાતાની વહેંચણી ખુદ મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ થઇ હતી! જે દેશના ઇતિહાસ અને સમયની માંગ હતી!! પરંતુ આજે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રાજનીતિ છે

આથી કેટલાક આજના રાજકીય નેતાઓ સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ વચ્ચે કડવાશ હતી અને પંડિત જવાલાલ નેહરુ અને સરદાર સાહેબ વચ્ચે રાજકીય હરીફાઈ હતી એવું તથ્યઃ રાજકીય ચિત્ર ઉભુ જ કરાઇ રહ્યું છે!!.આવા પરિબળો એ આઝાદી પછીના રાજકીય યુગના પાના તપાસી જવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.